Homeમેટિનીઔર એક બાયોપિક

ઔર એક બાયોપિક

અક્ષય કુમાર જે પાત્ર ભજવવાનો છે તે સરદાર જસવંતસિંહ ગિલ કોણ છે?

દિલ ચાહતા હૈ – પાર્થ દવે

બાયોપિક અને રિમેક: આ ફોર્મ્યુલાને બોલિવૂડે સંપૂર્ણપણે ઉપયોગ કરી લીધો છે. જ્યારે દર્શકોને ઓટીટીનો પરિચય નહોતો ત્યારે, કોવિડ સુધી આ ફોર્મ્યુલા ચાલી પણ ખૂબ. દક્ષિણ ભારતની ફિલ્મોની રિમેકે બોલિવૂડના સ્ટાર્સને રીતસરના તાર્યા છે. ઉદાહરણ તરીકે અક્ષય કુમારની ‘રાઉડી રાઠોડ’ અને સલમાન ખાનની ‘વોન્ટેડ’.
પણ હવે દર્શકો સમજદાર થઈ ગયા છે. હવેની માલમતા વગરની હિન્દી ફિલ્મો પીટાઈ રહી છે, તેમાં અક્ષય કુમારની ફિલ્મો પણ આવી ગઈ. તેની બચ્ચન પાંડે, સમ્રાટ પૃથ્વીરાજ, રક્ષા બંધન અને રામ સેતુ આ ફિલ્મ બોક્સ ઑફિસ ઉપર નિષ્ફળ રહી છે. ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થયેલી કઠપુતલી, જે અગેઇન દક્ષિણ ભારતની ફિલ્મ રત્સાસનની રિમેક હતી, પરંતુ નબળી હોઈ તેને પણ દર્શકોએ નકારી છે.
વાત એમ છે કે, તાજા સમાચાર મુજબ અક્ષય કુમાર એક નવી બાયોપિક કરી રહ્યો છે, જે માઇનિંગ એન્જિનિયર સરદાર જસવંતસિંહ ગિલ પર આધારિત છે. ફિલ્મનું ટાઇટલ હજુ ફાઇનલ નથી થયું, પરંતુ રિપોર્ટ્સ મુજબ તેનું નામ જસવંતસિંહ ગિલના નામની આસપાસનું હશે. જસવંતસિંહ ગિલે વેસ્ટ બંગાળમાં ૧૯૮૯ની ૧૬મી નવેમ્બરે કોલસાની ખાણમાં ફસાયેલા ૬૫ મજૂરોનું રેસ્ક્યુ કરીને, તેમનો જીવ બચાવ્યો હતો. તેમના સન્માનમાં ૧૬મી નવેમ્બરે રેસ્ક્યુ ડે ઉજવવામાં આવે છે. ફિલ્મના નિર્માતા જૈકી ભગનાની છે.
કોણ છે આ સરદાર જસવંતસિંહ ગિલ?
જસવંતસિંહનો જન્મ ૨૨ નવેમ્બર, ૧૯૩૯ના રોજ અમૃતસરના સઠિયાલા ગામમાં થયો હતો. ખાલસા સ્કૂલમાં અભ્યાસ બાદ ખાલસા કોલેજમાં તેમણે ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યાર બાદ એન્જિનિયરિંગ કર્યા બાદ તેઓ પશ્ર્ચિમ બંગાળના રાનીગંજની કોલસાની ખાણમાં નોકરી કરી. ત્યાં, ૧૬મી નવેમ્બર, ૧૯૮૯ના રોજ વિસ્ફોટ થયો.તેમાં જસવંતસિંહ ગિલે મહત્ત્વની ભૂમિકા ભજવી.
———
‘બુલબુલ’ તૃપ્તિ ડિમરી બનશે પ્લેબેક સિંગર

ફિલ્મોમાં મોટાભાગે એક અભિનેતાની જર્ની દર્શાવાતી હોય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક એક્ટરની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફના ઉતારચડાવ,સ્ટ્રગલ,સફળતા પાછળની વાર્તા રજૂ થતી હોય છે,પરંતુ ‘કલા’નામની ફિલ્મમાં એક પ્લેબેક સિંગરની વાર્તા જોવા મળશે. આ ફિલ્મ જાણીતા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. અભિનેત્રી તૃપ્તિ ડિમરી ‘કલા’માં એક યુવા ગાયિકાનો લીડ રોલ ભજવી રહી છે જેની સફળતા તેના અંગત જીવન અને માતા સાથેના સંબંધોને કારણે દાવ પર લાગે છે. પોસ્ટર બોય્ઝ,લૈલા મજનૂ જેવી ફિલ્મો કરનારી તૃપ્તિ ડિમરી છેલ્લે ‘બુલબુલ’નામની વેબ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મની વિષયવસ્તુ અને તૃપ્તિના અભિનયે દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. કલકત્તાના બેકડ્રોપમાં બનેલી ‘કલા’ ફિલ્મમાં પણ તૃપ્તિની વાઇડ એક્ટિંગ રેન્જ જોવા મળશે.
આ એક પિરિયડ મ્યુઝિકલ જર્ની હોવાથી તેમાં બેકગ્રાઉન્ડ સ્કોર અને સંગીત ઉપર પણ ફોકસ કરવામાં આવશે. પોતાનો દુ:ખદ ભૂતકાળ ન ભૂલી શકતી કલા કઈ રીતે પોતાની સફળતા જીરવવા સંઘર્ષ કરે છે,તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવશે. કલા બાદ તૃપ્તિ ડિમરી આનંદ તિવારી દિગ્દર્શિત એક ફિલ્મમાં જોવા મળશે જેમાં તેનો કો-સ્ટાર વિકી કૌશલ બનશે. આ ઉપરાંત તે ‘અર્જુન રેડ્ડી’ અને ‘કબીર સિંહ’ ફેમ સંદીપ રેડ્ડીની ‘એનીમલ’માં પણ રણબીર કપૂર સાથે જોવા મળશે. આ ફિલ્મથી સ્વર્ગસ્થ ઇરફાન ખાનના પુત્ર બાબીલ ખાન પણ ઍક્ટિંગ ડેબ્યૂ કરી રહ્યો છે. તૃપ્તિ અને બાબીલ ઉપરાંત કલામાં અમિત સિયાલ,નીર રાવ,અવિનાશ રાજ શર્મા,આશિષ સિંહ સહિતના કલાકારો છે. આ ફિલ્મના પ્રોડ્યુસર અનુષ્કા શર્માના ભાઈ કર્ણેશ શર્મા છે, ડિરેક્ટર અન્વિતા દત્ત છે. આ બંને બુલબુલ ફિલ્મમાં પણ સાથે હતા.
ટેલિવિઝન છોડવાનો નિર્ણય બહુ સમજી-વિચારીને લીધો હતો: કરણ ટેકર એક સમયે ટીવી કલાકારો માત્ર ટીવી સુધી જ સીમિત રહેતા, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણાં બધા ટીવી કલાકારોએ આ બેરિયર તોડીને ફિલ્મો અને ડિજિટલ ક્ષેત્રે પોતાની અભિનય ક્ષમતા પુરવાર કરી છે. ‘એક હઝારોં મેં મેરી બહેના હૈ’ સિરિયલ ફેમ કરણ ટેકર પણ ડિજિટલ દુનિયામાં સફળ નામ બની ચૂક્યું છે. નીરજ પાંડેની વખણાયેલી સિરીઝ ‘સ્પેશ્યલ ઓપ્સ’ બાદ કરણ ટેકર ‘ખાકી: ધ બિહાર ચેપ્ટર’ નામની વેબ સિરીઝમાં જોવા મળવાનો છે. સત્યઘટના પરથી પ્રેરિત આ ગેન્ગસ્ટર ડ્રામામાં કરણ, અમિત લોઢા નામના આઈપીએસ ઑફિસરના લીડ રોલમાં છે. ૨૦૦૦ અને ૨૦૦૬ દરમિયાન બિહારમાં જયારે હાઈએસ્ટ ક્રાઈમ રેટ હતો ત્યારે એક પોલીસ ઑફિસર તરીકે અમિત લોઢાએ કેવા પડકારોનો સામનો કર્યો હતો તે વાત આ સિરીઝના કેન્દ્રમાં છે.
સ્પેશિયલ ઓપ્સમાં એક એજન્ટના રોલમાં દેખાયેલો કરણ ટેકર ‘ખાકી: ધ બિહાર ચેપ્ટર’માં પણ એક્શન કરતો જોવા મળશે. પોતાના રોલ વિશે વાત કરતા કરણે જણાવ્યું કે, ‘દરેક
બાબતનું એક ક્રિએટિવ રીઝન હોય છે. લોકોમાં મારી એક ચોક્કસ ઇમેજ છે એટલે પોલીસના રોલમાં પોતાને ઢાળવો એ મોટો પડકાર હતો. હું આમ એક ફિટ વ્યક્તિ છું, પણ આ સિરીઝમાં ૨૦૦૬નું બેકડ્રોપ છે એટલે લુક બાબતે સતેજ હતો. મારે એક નેચરલી પાતળા, ટેનિસ રમતા ઑફિસરનો રોલ કરવાનો હતો એટલે મેં જિમમાં વર્કઆઉટ બંધ કર્યું. આ ઉપરાંત, મેં સામાન્ય ભારતીય માણસની જેમ દાલ-ચાવલ ખાવાનું શરૂ કર્યું હતું.’
ટેલિવિઝનમાંથી એક્ઝિટ લેવા અંગે અભિનેતાએ જણાવ્યું કે, આ નિર્ણય બહુ સમજી વિચારીને લેવાયો હતો કારણ કે, કોઈપણ એક્ટર પોતાના બેસ્ટ વર્ક માટે ઓળખાવા માગે છે અને કોઈપણ કલાકાર આવી તકની શોધમાં છે. નીરજ પાંડે જેવા મેન્ટર અને ‘સ્પેશ્યલ ઓપ્સ’ જેવી સિરીઝ મારા માટે એક પરફેક્ટ તક હતી.ખાકી: ધ બિહાર ચેપ્ટરનું સ્પેશિયલ સ્ક્રિનિંગ ગોવા ખાતે યોજાઈ રહેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં યોજાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular