પાકિસ્તાનમાં ગેરકાયદેસર કબજેદારોને હટાવ્યા બાદ હિન્દુ મંદિરને પુનઃસ્થાપિત કરવામાં આવશે

દેશ વિદેશ

પાકિસ્તાનના લાહોર શહેરમાં 1,200 વર્ષ જૂના હિન્દુ મંદિરને “ગેરકાયદે કબજેદારો” ને તેમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ પુનઃસ્થાપિત કરવામાં આવશે એવી માહિતી દેશમાં લઘુમતી પૂજા સ્થાનોની દેખરેખ રાખતી સંસ્થા ETPBએ આપી હતી. આ હિન્દુ મંદિરનો કબજો પરત મેળવવા માટે લાંબી અદાલતી લડાઈ લડવી પડી હતી. ઈવેક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ETPB) એ ગયા મહિને એક ખ્રિસ્તી પરિવાર પાસેથી પ્રખ્યાત અનારકલી બજાર લાહોરની નજીક આવેલા વાલ્મિકી મંદિરનો કબજો પાછો મેળવ્યો હતો. ખ્રિસ્તી પરિવારે વીસ વર્ષ પહેલાં મંદિર પર કબજો જમાવ્યો હતો. હિંદુ ધર્મ અપનાવવાનો દાવો કરનાર ખ્રિસ્તી પરિવાર છેલ્લા બે દાયકાથી મંદિરમાં પૂજા માટે માત્ર વાલ્મિકી જાતિના હિંદુઓને જ મંજૂરી આપતો હતો. વાલ્મિકી મંદિરનો કબજો પાછો મેળવ્યા બાદ લોકોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. ETPBના પ્રવક્તા અમીર હાશ્મીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વાલ્મિકી મંદિરને ‘માસ્ટર પ્લાન’ અનુસાર પુનઃસ્થાપિત કરવામાં આવશે.
ETPBએ મંદિરનો કબજો પાછો મેળવ્યા બાદ 100 થી વધુ હિંદુઓ, કેટલાક શીખ અને ખ્રિસ્તી નેતાઓ આજે વાલ્મિકી મંદિરમાં એકઠા થયા હતા. હિંદુઓએ તેમની ધાર્મિક વિધિઓ કરી હતી અને લંગર (ભોજન) મેળવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.