રાહુલ ગાંધી ફેક ન્યૂઝ કેસમાં એન્કરની નાટકીય રીતે ધરપકડ, છત્તીસગઢ અને યુપી પોલીસ આમને સામને

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

રાહુલ ગાંધી વિરુદ્ધ ફેક ન્યૂઝ ચલાવવાના આરોપસર ઝી ન્યૂઝના એન્કર રોહિત રંજનની આજે વહેલી સવારે નાટકીય રીતે ધરપકડ કરવામાં આવી છે. ધરપકડને લઈને રોહિત રંજન, રાયપુર પોલીસ અને ગાઝીયાબાદ પોલીસ વચ્ચે ટ્વીટર પર રસાકસી જામી હતી. ત્યાર બાદ નોઈડા પોલીસ રાયપુર પોલીસની સામે રોહિત રંજનની ધરપકડ કરી લઇ ગઈ હતી.
ઝી ન્યુઝના એન્કર રોહિત રંજન ગાઝિયાબાદમાં ઈન્દિરાપુરમ વિસ્તારની નીઓ સ્કોર્ટિસ સોસાયટીમાં રહે છે. આજે વહેલી સવારે 5:30 વાગ્યે રાયપુર પોલીસ એન્કર રોહિતની ધરપકડ કરવા ગાઝિયાબાદ પહોંચી હતી. રોહિતે સવારે 6:16 વાગ્યે ટ્વિટ કરીને લખ્યું કે ‘સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના છત્તીસગઢ પોલીસ મારી ધરપકડ કરવા મારા ઘરની બહાર ઊભી છે. શું આ કાયદાકીય રીતે યોગ્ય છે.’ તમણે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, ASP ગાઝિયાબાદ અને ADG લખનઉ ઝોનને ટેગ કરીને મદદ માંગી હતી.

“>

રોહિતની આ ટ્વીનો જવાબ આપતા રાયપુર પોલીસે લખ્યું કે, ‘સૂચના આપવા માટે આવો કોઈ નિયમ નથી. તેમ છતાં હવે તેમને જાણ કરવામાં આવી છે. પોલીસની ટીમે તમને કોર્ટનું ધરપકડ વોરંટ બતાવ્યું છે. તમારે ખરેખર સહકાર આપવો જોઈએ, તપાસમાં જોડાવું જોઈએ અને કોર્ટમાં પોતાનો કેસ રજૂ કરવો જોઈએ.’

“>

આ દરમિયાન ગાઝિયાબાદ પોલીસે રોહિતની ટ્વીટ પર કમેન્ટ કરી હતી કે, ‘આ મામલો સ્થાનિક પોલીસ સ્ટેશનના ધ્યાનમાં છે, ઈન્દિરાપુરમ પોલીસ સ્થળ પર છે, નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.’ ઇન્દિરાપુરમ પોલીસ 6.30 વાગ્યે રોહિતના ઘરની બહાર પહોંચી હતી અને રાયપુર પોલીસને રોહિતની ધરપકડ કરતા અટકાવી હતી.

“>

યુપી પોલીસની પરવાનગી વિના ધરપકડને લઈને રાયપુર અને ગાઝિયાબાદ પોલીસ વચ્ચે ચડાચડી શરૂ થઈ હતી. ત્યારબાદ અચાનક 7:15 વાગ્યે નોઈડા પોલીસે આવી પહોંચી હતી અને રોહિતની ધરપકડ કરી હતી. નોઈડા પોલીસે દાલીલ કરી હતી કે તેમની પાસે એન્કર રોહિત વિરુદ્ધ પહેલાથી જ કેસ નોંધાયેલ છે. જો કે કેસ ક્યારે નોંધવામાં આવ્યો એનો અધિકારીઓએ જવાબ આપ્યો ન હતો.
કોંગ્રેસનો આરોપ છે કે હાલમાં જ એન્કર રોહિત રંજને પોતાના ટીવી શોમાં રાહુલ ગાંધીના નિવેદનને તોડીમરોડીને રજુ કર્યું હતું. છત્તીસગઢમાં આ મામલે FIR નોંધવામાં આવી છે. બે દિવસ પહેલા નોઈડામાં ટીવી ચેનલના હેડ ક્વાટર બહાર વિરોધ કરવા અને પૂતળા દહન કરવા બદલ કોંગ્રેસના 19 કાર્યકરોની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ નિવેદન બદલ રોહિત રંજન વિરુદ્ધ રાજસ્થાનમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.