ગીર ગઢડામાં અનારાધાર વરસાદ: દ્રોણેશ્ર્વર ડેમ ઓવરફ્લો

આપણું ગુજરાત

ગીર સોમનાથ અને જૂનાગઢ તરબોળ: શનિવારની સવારથી રવિવારની બપોર સુધીમાં ખાસલ્લા કરીને ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યાં હતા. ભારે વરસાદથી નદી નાળાં છલકાયા હતા. તેમજ જૂનાગઢનો દામોદર કુંડ અને ગીર ગઢડાનો દ્રોણેશ્ર્વર ડેમ પણ ઓવરફલો થયાં હતા. (તસવીરો: ફારુક કાઝી-ઉના અને હરેશ સોની-જૂનાગઢ)

(અમારા પ્રતિનિધિ તરફથી)
ઊના: ગીર જંગલના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દ્રોણેશ્ર્વર મારુતિ ધામ પાસે આવેલા દ્રોણેશ્ર્વર ડેમ ઓવરફ્લો થતાં સમગ્ર વિસ્તારમાં ધરતીપુત્રોમાં હરખની હેલી જોવા મળી હતી.
ગીરગઢડા પંથકમાં છેલ્લા ઘણા સમયથી વરસાદના વિરામ બાદ શનિવારથી ધોધમાર વરસાદ વરસાવતા ગીરગઢડા પંથક તરબોળ થયો હતો. શનિવારે રાત્રે ઊના અને ગીરગઢડા પંથકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. કેસરિયા, સીમાસી, સામતેર, કાણકબરડા, રામેશ્ર્વર, પસવાળા, ગાંગડા, ખત્રીવાળ, જરગલી, વરશીંગપુર, ખાપટ સહિતના ગામોમાં ૧ થી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે દેલવાડા, સનખડા સહિતના આજુબાજુના ગામોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ઊના દોઢ ઇંચ વરસાદ વરસતા મુખ્ય માર્ગ પર તેમજ ટાવર ચોક નજીક બજારમાં રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓ, વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ વરસતા ગરમીના ઉકળાટથી ઠંડક પ્રસરી હતી. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પાણી ભરાતા કિચડનું સામ્રાજ્ય ફેલાયેલ હતું. વરસાદના પગલે ખેડૂતોના પાકને જીવનદાન મળતા ખેડૂતોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળે છે. નાઘેર પંથકમાં દશ દિવસ પહેલા વાવણી માટે કાચું સોનું વરસ્યું હોય તેમ ધરતીપુત્રો જણાવી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.