અંબાણી પરિવાર હજી ગઈકાલ સાંજની ખુશહાલીના નશામાંથી બહાર નથી આવ્યું ત્યાં આ સાંજના હીરો એટલે કે અનંત અંબાણીની ચર્ચા કરવા લાગ્યા છે. અનંત અંબાણીની ચર્ચા કરવાનું કારણ તેનું ફરીથી વધી ગયેલું વજન છે. લોકો તેના વધેલા વજનને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.
ગુરુવારે સાંજે મુકેશ અંબાણીની નાના દીકરા અનંતની સગાઈ રંગેચંગે પતી ગઈ અને આ ઈવેન્ટના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અનંતનું વજન ખૂબ જ વધી ગયું છે. થોડાક સમય પહેલાં જ અનંતે 108 કિલો જેટલું વજન ઘટાડ્યું હતું અને એ સમયે પણ લોકો તેના બદલાયેલા લૂકને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હવે ફરી અનંતનો આવો લૂક જોઈને લોકો ચોંકી ઉઠ્યા છે.
લોકોના મનમાં એક જ સવાલ થઈ રહ્યો છે કે આખરે અનંતનું વજન પાછું આટલું વધી કઈ રીતે ગયું? અનંતે કોચ વિનોદ ચન્નાના ગાઈડન્સ હેઠળ ડાયેટ અને વર્ક આઉટ કરીને વજન ઘટાડ્યું હતું અને આ રીતે તેણે 108 કલાક જેટલું વજન ઘટાડી દીધું હતું.
નિષ્ણાતોને મતે એક વખત જો તમે વજન ઘટાડો છો તો પછી એને મેઈન્ટેઈન કરી રાખવું જોઈએ. નહીં ફરી વજન વધી શકે છે. તમે વજન ઘડાડ્યા બાદ જો પાછી તમારી જૂના રુટિન અને લાઈફસ્ટાઈલને ફોલો કરશો તો પાછું તમારું વજન વધવાનું શરું થઈ જાય છે. આ સિવાય જો કોઈ વ્યક્તિ વધારે પડતું સ્ટ્રેસથી ભરપુર જીવન જીવે છે ત્યારે પણ એનું વજન વધવા લાગે છે. પરિણામે હંમેશા જ ડાયટેશિયન વેટ લોસ બાદ પણ નોર્મલ રુટિનમાં આવી જવાને બદલે ડાયેટ અને વર્ક આઉટવાળું જ રુટિન ફોલો કરવાની સલાહ આપે છે. અનંતના કેસમાં પણ વજન વધવા માટે આમાંથી જ કોઈ કારણો જવાબદાર હોઈ શકે…