Homeઉત્સવ"આનંદમ્ પરમ સુખમ્

“આનંદમ્ પરમ સુખમ્

આજે આટલું જ -શોભિત દેસાઈ

આ વખતે તમને જણાવવો તો હતો ભારત સરકારની કૃપાથી અત્યંત સુંદર રીતે પાર પડેલી કાશ્મીર યાત્રાનો અહેવાલ. પણ એને એક અઠવાડિયું મુલતવી રાખું છું… એટલો સુંદર મેસેજ ૂવફતિંફાા પર વાંચવા મળ્યો છે . લો! તમેય ભીનાછમ થાઓ તમતમારે
એક ગ્રૂપમાં દર મહિનાના પહેલા શનિવારે એક વિષય નક્કી કરી,
એ વિષય પર પોતાના વિચારો ‘માઇક્રોફિક્શન’ અર્થાત્
બને એટલા ઓછા શબ્દોમાં પોતાની વાત ચોટદાર રીતે લખીને પોસ્ટ કરવાનું રહેતું હતું.
આ વખતે વિષય હતો;
“આનંદમ્ પરમ સુખમ્
બધાએ
” આનંદમ્ પરમ સુખમ્
પર પોતાના વિચારો માઇક્રોફિક્શન
માં રજૂ કરવાનું શરૂ કર્યું . . .
એક આધેડ ઉંમરના કાકા બોલ્યા
“ઘરે પહોંચું ત્યારે,
ઓછું જોઈ શકતી મારી વૃદ્ધ મા, મારી આહટ ઓળખીને કહે આવી ગયો દીકરા
એટલે મારે મન
” આનંદમ્ પરમ સુખમ્
એક યુવાન બોલ્યો :
કંઈ વાંધો નહિં,
બીજી નોકરી મળી જશે,
કહેતો, પત્નીનો હિંમત
આપતો અવાજ એટલે . . .
“આનંદમ્ પરમ સુખમ્
એક પિતાએ કહ્યું :
કંઈ જ કહ્યા વિના,
બધું સમજી જતું સંતાન એટલે
“આનંદમ્ પરમ્ સુખમ્
એક ભાઈએ કહ્યું :
રોજ ઈશ્ર્વર સમક્ષ,
કોઈ માગણી વિનાની
પ્રાર્થના એટલે . . .
“આનંદમ્ પરમ સુખમ્
એક કાકીએ કહ્યું :
રોજ જમતી વખતે
આ પ્રભુકૃપા જ છે,
એનો અહેસાસ એટલે . . .
“આનંદમ્ પરમ સુખમ્
એક કાકા બોલ્યા: વહેલી સવારે મોર્નિંગ વોક પર
પાછળથી ધબ્બો મારી,
અલ્યા રસીકયા . . .
કહી, વર્ષો પછી મળનાર
જૂનો મિત્ર એટલે . . .
“આનંદમ્ પરમ સુખમ્
તો બીજા કાકાએ કહ્યું :
સાસરે ગયેલી દીકરીની ખોટ પૂરી દેતી, વહુનો મીઠો રણકો એટલે
“આનંદમ્ પરમ સુખમ્
એક દાદા બોલ્યા :
પૌત્રના સ્વરૂપમાં મળી જતો,
એક નવો મિત્ર એટલે . . .
“આનંદમ્ પરમ સુખમ્
એક યુવતી બોલી :
ઓફિસેથી ઘરે પહોંચતાં જ
સાસુમાએ આપેલો
પાણીનો ગ્લાસ એટલે . . .
“આનંદમ્ પરમ સુખમ્
એક મહિલાએ કહ્યું : થાકી ગયાં હોઈએ ,
ત્યારે વહાલથી
પતિનું કહેવું,
કોઈ એક વસ્તુ બનાવ,
ચાલશે, એટલે . . .
“આનંદમ્ પરમ સુખમ્
છેલ્લે છેલ્લે મેં કહ્યું :
તમારા જેવા મિત્રો સાથે,
વાતો કરતાં કરતાં
જે આનંદ આવે એટલે . . .
“આનંદમ્ પરમ સુખમ્
આ બધી
” આનંદમ્ પરમ સુખમ્
ની વાતોમાં ક્યાંય
પૈસા, મોંઘાં વસ્ત્રો કે દાગીના કે અન્ય કોઈ મોંઘીદાટ ચીજો નથી,
એ ધ્યાનથી જોજો અને આવી કેટલીયે
“આનંદમ્ પરમ સુખમ્
ની ક્ષણો તમારી પાસે છે,
એ તપાસી ‘ઈશ્ર્વર’નો
આભાર ચોક્કસ માનજો .
આજે આટલું જ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular