આણંદ ટ્રિપલ અકસ્માત: 6 લોકોના જીવ લેનાર કારચાલક નશાની હાલતમાં હોવાનો આક્ષેપ

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

ગઈ કાલે ગુરુવારે રક્ષાબંધનના દિવસે આણંદ જિલ્લામાં એક ત્રિપક અકસ્માતનો ગંભીર બનવા બન્યો હતો. જેમાં છ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અકસ્માત સર્જનાર કારચાલક સોજીત્રાના કોંગ્રેસી ધારાસભ્ય પૂનમ પરમારનો જમાઈ કેતન પઢિયાર હોવાનું સામે આવ્યું હતું. અકસ્માતના એક દિવસ બાદ એક વિડીયો સામે આવ્યો છે જેમાં કેતન પઢિયાર લથડીયા ખતો જોવા મળે છે. મૃતકનાં પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે કે કારચાલક દારૂના ચિક્કાર નશામાં હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાની માહિતી મુજબ ગઈ કાલે રક્ષાબંધનના દિવસે તારાપુર-આણંદ ધોરી માર્ગ પર ડાલી ગામ પાસે એક પુરપાટ ઝડપે આવી રહેલી કારે એક રીક્ષા અને એક બાઈકને ટક્કર મારી હતી. જેમાં છ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. કાર પણ રસ્તા પરથી ઉતરી બાજુના ખેતરમાં આવેલા એક ઝાડ સાથે અથડાઈ હતી જેમાં કાર ચાલકને ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ઘટનાસ્થળે દોડી આવેલ પોલીસે કારની તલાસી લેતાં MLA ગુજરાત લખેલી નેમ પ્લેટ મળી આવી હતી. કારચાલકની પૂછપરછ કરતાં તે સોજીત્રાના ધારાસભ્ય પૂનમ પરમારના જમાઇ કેતન પઢિયાર અને વ્યવસાયે વકીલ હોવાનું બહાર આવ્યું હતું.
કાર ચાલકનો લથડિયા ખાતો એક વીડિયો પણ સામે આવ્યો છે. કારરચાલક ઘવાયેલી હાલતમાં મૃતકોની મદદ કરતો કરવાની કીશીશ કરી રહ્યો હતો, પરંતું તે દારૂના નશામાં હોવાથી પોતાની જાતને પણ સંભાળી શકતો ન હતો.
આ અકસ્માતમાં એક પરિવારના ત્રણ સભ્ય, જે ભાઇને રાખડી બાંધીને આવતા હતા. બીજા પરિવારની બે સભ્યો અને એક અન્ય વ્યક્તિનું મોત થયું હતું. જેને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મૃતકના પિતાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં દારૂ પીને લોકો ડ્રાઇવિંગ કરે છે. મેં મારા બે જુવાન પુત્ર ગુમાવ્યા, તેના માટે જવાબદાર કોણ? રાજ્યમાં દારૂબંધી છે તો દારૂ આવે છે ક્યાંથી? આમાં જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા અમારી માગ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.