મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાના ટ્વીટ ઘણા જ રસપ્રદ હોય છે. તેમના વિના તો ટ્વિટરની દુનિયા જ અધુરી હોય એવું લાગે. તેઓ અવારનવાર ટ્વિટ કરતા હોય છે. તેમના ટ્વિટમાં ક્યારેક તેઓ જુગાડ દર્શાવતા હોય છે તો ક્યારેક જીવનનો સાર સમજાવતા હોય છે અને ક્યારેક પ્રેરણા પણ આપતા હોય છે.
21 જુલાઈના રોજ બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ એક તસવીર રીટ્વીટ કરી, જેની સાથે તેણે એવું કેપ્શન લખ્યું કે લોકો તેને વાંચીને તેના ફેન બની ગયા! હકીકતમાં, તેમનો દૃષ્ટિકોણ અને ઘટનાઓનું અર્થઘટન શાનદાર છે. એમની ટ્વીટ જોઇને હંમેશા તેમના પ્રત્યે આદરભાવ જાગે કે આ વ્યક્તિના દિલમાં ભારત માટે કેટલો પ્રેમ છે. આટલા ઊંચા પદ પર બિરાજતા આનંદ મહિન્દ્રા કેટલા સરળ છે એમ લાગ્યા વિના ના રહે.
હાલમાં જ તેમણે ટ્વિટર પર એક તસવીર શેર કરી છે. પૃથ્વીની આ તસ્વીર મંગળ ગ્રહ પરથી લેવામાં આવી છે. આ તસવીરનું એમણે એટલું સૂચક અને મર્મસ્પર્શી અર્થઘટન કર્યું છે કે લોકોના દિલ જીતી લીધા છે.
અસલ તસવીર ક્યુરિયોસિટી નામના ટ્વિટર પેજ દ્વારા શેર કરવામાં આવી હતી, જેમણે જણાવ્યું છે કે આ ફોટો મંગળ પરથી લેવામાં આવ્યો છે, જે નાનો તારો (સફેદ રંગીન બિંદુ) દેખાતો નથી… તે પૃથ્વી છે. આને રિટ્વીટ કરતા મહિન્દ્રાએ એક અદ્ભુત કેપ્શન લખ્યું, જેને વાંચીને લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે.
આ તસવીર આનંદ મહિન્દ્રાએ 21 જુલાઈએ ટ્વિટર પર શેર કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું- જો આ તસવીરમાંથી માત્ર એક જ વસ્તુ શીખવી જોઈએ તો તે છે માનવતા. કેટલી સાચી વાત છે ને…. દુનિયાના અફાટ સાગરમાં એક બિંદુ જેવું નગણ્ય આપણું અસ્તિત્વ હોવા છતાં આપણે કેટલા મિથ્યાભાવ, અહંકારમાં જીવીએ છીએ. તેમના આ ટ્વીટને સમાચાર લખ્યા ત્યાં સુધી પાંચ હજારથી વધુ લાઈક્સ અને છસો રીટ્વીટ મળી ચુક્યા છે. તેમજ યુઝર્સ આ અંગે સતત પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. ઘણા યુઝર્સ આનંદ મહિન્દ્રા સાથે સહમત છે. આ શેરે લોકોને વિવિધ કોમેન્ટ્સ પોસ્ટ કરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા છે. “સર, તમે આખા બ્રહ્માંડનું માત્ર એક વાક્યમાં વર્ણન કરો છો, તે નાના ટપકા બતાવે છે કે આપણે શું છીએ,” એક ટ્વિટર વપરાશકર્તાએ ટિપ્પણી કરી. “હા. નમ્રતા,” અન્યએ પ્રતિભાવ વ્યક્ત કર્યો. “આ સમગ્ર બ્રહ્માંડમાં આપણે ધૂળનો એક નાનો ટુકડો જ છીએ!”
If there’s just one thing this photo should teach us….it’s humility.. https://t.co/S2WN9thBBd
— anand mahindra (@anandmahindra) July 21, 2022