મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરતાં વૈશ્ર્વિક અગ્રણી અર્થતંત્રો પર માઠી અસર પડે તેવી ભીતિ હેઠળ આજે લંડન ખાતે કોપર સહિતની તમામ ધાતુઓમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે એકમાત્ર લીડના ભાવમાં જોવા મળેલા કિલોદીઠ રૂ. પાંચના સુધારા અને એલ્યુમિનિયમમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૩૫ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે ફેડરલના વ્યાજ વધારાની ભીતિ હેઠળ તમામ ધાતુઓમાં નરમાઈનું વલણ જોવા મળ્યું હતું.
લીડ સિવાયની ધાતુઓમાં નરમાઈનો અન્ડરટોન
RELATED ARTICLES