Homeઉત્સવસ્વામીદાદા અને સાંઈની પત્રમૈત્રીનો ઉઘાડા દિલનો દસ્તાવેજ

સ્વામીદાદા અને સાંઈની પત્રમૈત્રીનો ઉઘાડા દિલનો દસ્તાવેજ

અલભ્ય ગ્રંથવિશ્ર્વ -પરીક્ષિત જોશી

બોક્સ-૧-પુસ્તકવિશે
નામ- સ્વામી અને સાંઈ
સંપાદક- હિમાંશી શેલત
પ્રકાશક-નવભારત
પ્રકાશન વર્ષ-૧૯૯૩
કુલ પાના- ૨૪૭
કિંમત- ૨૦૦ રૂપિયા
-સ્વામી અન્ો સાંઈ, નામ પરથી સ્પષ્ટ છે એમ સ્વામી આનંદ અન્ો મકરન્દ દવે સાંઈ વચ્ચેના પત્રવ્યવહારનો ગુજરાતી સાહિત્યન્ો મળેલો આધ્યાત્મિક વારસો છે. જેનું સંપાદન હિમાંશી શેલત્ો કર્યું છે. મકરન્દ દવે જે એમની આધ્યાત્મિકતાન્ો લીધે મકરન્દ સાંઈ તરીકે જાણીતા થયા હતા. આજે ૧૩-૧૧-૨૦૨૨, એમના જન્મનું શતાબ્દી વર્ષ શરૂ થાય છે. મકરન્દ દવેના મોટાભાગના સર્જન અન્ો સાહિત્યમાં એક વિશિષ્ટ પ્રકારની આદ્યાત્મિકતા છલકતી જોવા મળે છે. એમની કલમે સિદ્ધયોગી સાથેનાં સ્મરણો અન્ો વાર્તાલાપ યોગી હરનાથના સાંનિધ્યમાં સહિત અન્ય પુસ્તકો જેવા કે યોગપથ, અંતર્વેદી, ભાગવતી સાધના, સહજન્ો કિનારે, ચિરંતના, ગર્ભદીપ, ચિદાનંદા, ભજનરસ, સ્ાૂર્યની આમંત્રણપત્રિકા, તપોવનની વાટે, વિષ્ણુસહસ્રનામ તથા ઉજાગરી જેવા મુક્તક સંગ્રહ આપ્યા છે. ઝબ્ાૂક વીજળી ઝબ્ાૂક ભાગ-૧-૨ એમનાં બાળગીતોના સંગ્રહ છે.
૧૯ પાનાના બાદશાહી ખાણું નામના પોતાના લેખમાં સંપાદિકા હિમાંશી શેલત, સ્વામી આનંદનો પરિચય આપતાં લખે છે કે, પ્ાૂર્વાશ્રમમાં હિંમતલાલ દવે. દસ વર્ષની કાચી વયે ભગવાન જોવાની લાલચે સાધુઓની જમાતમાં ભળેલા. ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી એમનાં રચનાત્મક કાર્યોમાં ઓતપ્રોત થયેલા સમર્થ સાથી, સાહસિક પ્રકૃતિપ્રેમી, પદ્ધતિસરના શિક્ષણની મદદ વિના ઈશ્ર્વરદત્ત શક્તિથી ભાષાનું હીર પ્રગટ કરતા ગદ્યસ્વામી, જીવનમૂલ્યોન્ો રક્ષતા જીવનનિષ્ઠ સંસ્કારપુરુષ- સ્વામી આનંદના બહુરંગી વ્યક્તિત્વની છટાઓ એમ સહેલાઈથી પકડાય એમ નથી. એમનાં અન્ય લખાણોની જેમ એમના પત્રોમાં પણ સ્વામી આનંદ પ્ાૂરેપ્ાૂરા પ્રગટ થાય છે.
મકરન્દભાઈના નામનો સંપાદિકાન્ો પરિચય, પણ પ્રત્યક્ષ પરિચય તો નંદિગ્રામ નિમિત્તે જ થયો. એકવાર વાતચીત દરમિયાન મકરન્દભાઈનો સ્વામીદાદા સાથે વીસ્ોક વર્ષનો પત્રવ્યવહાર અવિરત ચાલતો રહેલો એવું જાણ્યું. એમાંના ત્રણસોએક પત્રો સચવાયેલા. પત્રો વંચાયા અન્ો પછી આવું લખાણ અપ્રગટ રહે એ ઠીક નહીં. એટલે એમાંથી પસંદ કરીન્ો, વ્યવસ્થિત ગોઠવણી પછી મૂકવાનું આયોજન થયું. મૂળે ગુજરાતી સાહિત્યમાં પત્રસાહિત્ય સાવ વણસ્પર્શ્યું તો નથી. છતાં હવે પત્ર લખવાની કળા લુપ્ત થવાન્ો આરે છે. બ્ો વ્યક્તિ વચ્ચે મીંઢું મૌન આવીન્ો બ્ોસ્ો છે, પારદર્શક વ્યક્તિત્વો ઓછાં થતાં જાય છે.
સ્વામીદાદા અન્ો સાંઈ વચ્ચે પત્રો લખાયા ત્યારે મકરન્દભાઈની વય ત્ોત્રીસ્ોક અન્ો સ્વામીદાદા અડસઠેકના. ૧૯૫૫ એપ્રિલમાં સંગમ માસિક દ્વારા મકરન્દભાઈના લખાણથી પરિચય થયા બાદ પત્રમૈત્રી શરૂ થઈ જે છેક ૧૯૭૫ સુધી ચાલી. સાંઈ આધ્યાત્મમાર્ગના પ્રવાસી, સ્વામીદાદા સ્ોવાભાવી સ્ોવક. બ્ોય વચ્ચે સ્પષ્ટ પ્રકૃતિભેદ જણાય છતાં એમની પત્રમૈત્રીના અન્ોકવિધ પ્રમાણ પુસ્તકના પાન્ો પાન્ો આપણન્ો મળી આવે છે. બાની માંદગીન્ો લીધે મકરન્દભાઈ ક્યાંય બહાર આવતા જતા નથી. આ વિરલ સદ્ગુણ પર વારી જતાં સ્વામીદાદા લખે છે, તમે એમની સ્ોવામાં રોકાયેલા છો એ જાણી ઘણો રાજી થાઉં છું. આવી સ્ોવાની માણસની જીવનકમાણીમાં કેવડી મોટી કિંમત છે ત્ો તો મારી ઉંમરે પહોંચશો ત્યારે સમજશો. તમામ પત્રવ્યવહાર, વ્યવસાય બધું કોરે મેલી માની સ્ોવામાં જ ડૂબી જજો. બીજી બધી સ્ોવા ઈન્દ્રજાળ કે અફીણગોળી છે એમ ગણજો. પત્રો મૂળે વિચારોનું આદાનપ્રદાન છે એટલે એમાં ચોક્કસ વિષયન્ો પ્રાધાન્ય મળ્યું હોય એવું નથી. ત્ોમ છતાં એમાં ઉચ્ચ જીવનમૂલ્યોન્ો પોષતી અન્ો સંરક્ષતી વાતોન્ો આગવું સ્થાન મળ્યું છે.
બીજી તરફ સ્વામીદાદા અન્ો સાંઈ હૃદયની વાણીના ઉપાસક છે- સાચુકલી, નક્કર, ધબકતી વાણી. શબ્દ અહીં હૃદય ભેદીન્ો નીકળે છે અન્ો સીધો હૃદયમાં ઊતરી જાય છે. સ્વામીદાદાની વિનમ્રતા અદ્ભુત છે. ત્ોઓ પોતાના વિશે લખે છે, તમે મારી ભાષાની કદરદાની ભલે કરી પણ ત્ોથી હું ભાષાનો ભોપો છું ન્ો મન્ો ભાષા-પરભાષાનો ટાળો કે ગમ નથી એ વાત ખોટી નથી ઠરતી. વ્યાકરણ વિભક્તિ વગ્ોરેની પણ મન્ો મુદ્દલ સમજ નથી. બોલું ત્ોવું લખું.
સ્વામી આનંદ અન્ો મકરન્દભાઈની શૈલી એમની પ્રકૃતિનું પ્રતિબિંબ છે. સાધુજીવનની કરકસરવાળી સ્વામીદાદાની શૈલીનું મુખ્ય લક્ષણ એમની બ્રેવિટી છે. ટૂંકાં, ચોટદાર વાક્યો અન્ો સાફ, સીધી-સોંસરી અભિવ્યક્તિ એમની સ્પષ્ટતા અન્ો ચોકસાઈના દ્યોતક છે. મકરન્દભાઈ કવિ છે, કલ્પનાનાં ઉડ્ડયન એમન્ો માફક આવે છે, જે એમની રસળથી શૈલીમાં વ્યક્ત થાય છે.
ઉઘાડા દિલનો દસ્તાવેજ નામે લેખમાં મકરન્દભાઈ લખે છે કે, સ્વામીઆનંદ એટલે પ્રેમ અન્ો પ્રતાપન્ો ઘોળી એકરસ કર્યો હોય એવો પિંડ. આષાઢી વાદળમાં વૈશાખનો તડકો કાલવ્યો હોય તો સ્વામીદાદા જેવો માનવઘાટ ઊતરે. મૂળ પત્રોની નકલ કર્યા પછી ઘણો સમય પડી રહી. મૂળશંકરભાઈ ભટ્ટ સંપાદન કરે તો પત્રો પ્રગટ કરવા ભણી મન વાળ્યું પણ આંખોની તકલીફન્ો કારણ સંપાદન ન કરી શક્યા. પછી હિમાંશીબહેન્ો આ સંપાદન કર્યું. મકરન્દભાઈ પોતાના આ પત્રોની સંપદાન્ો સ્વામીદાદાની ભાષામાં ઉઘાડા દિલનો દસ્તાવેજ કહી નવાજે છે એ પણ યથાર્થ જ ઠરે છે. વિચાર આદાનપ્રદાન સાથોસાથ પોતાના જીવન-કવન દ્વારા ગુજરાતી ભાષા સાહિત્યન્ો આવું અમોલ ઘરેણું આપનારા બ્ોય મહાપુરુષોની ચેતનાન્ો વંદન સાથે સંપાદિકાન્ો પણ ખૂબ ખૂબ અભિનંદન.

RELATED ARTICLES

Most Popular