રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસને એક કરોડ રૂપિયાની લાંચ આપવાની ઓફર આપવા બદલ એક ડિઝાઇનર વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. અમૃતા ફડણવીસની ફરિયાદ બાદ મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
મળી રહેલી માહિતી અનુસાર અમૃતા ફડણવીસે
અનિક્ષા નામની ડિઝાઈનર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે
અને આ ફરિયાદ બાદ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. અનીક્ષા સામે ધમકી આપવી, કાવતરું રચવું અને લાંચ આપવાની ઓફર કરવાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મુંબઈના મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી 20 ફરિયાદ અનુસાર અનિક્ષા 16 મહિના કરતાં વધુ સમયથી અમૃતા ફડણવીસના સંપર્કમાં હતી અને તે અનેક વખત તેમના ઘરે પણ ગઈ હતી. એક ગુનામાં મદદ કરવાની માંગણી કરીને બૂકીની માહિતી આપીને એક કરોડ રૂપિયા તમને આપીશું એવી ઑફર તેણે અને તેના પિતાએ નાયબ મુખ્ય પ્રધાનની પત્નીને આપી હતી.
એફઆઇઆર અમૃતાએ એવું પણ જણાવ્યું છે કે 18 1મે 19 ફેબ્રુઆરીના અનીક્ષાએ તેના વીડિયો, વોઈસ નોટ્સ અને અનેક મેસેજ કોઈ અજ્ઞાત નંબર પરથી મોકલાવ્યા હતા અને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રકરણે અનીક્ષા અને તેના પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે બંને સામે IPCની ધારા 120 b,
અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદા 1988ની કલમ 8 અને 12 હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.