નૌકાદળનું સ્વદેશી જહાજ તરતું મુકાયું

દેશ વિદેશ

કોલકાતા: સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે શુક્રવારે જીઆરએસઆઈ દ્વારા નિર્મિત પી-૧૭એ સ્ટિલ્થ ફ્રિગેટ ‘દૂનાગિરિ’ (દ્રોણગિરિ) યુદ્ધજહાજ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.
રાજનાથસિંહે કહ્યું હતું કે મિસાઈલથી સજ્જ આ યુદ્ધજહાજ દેશ માટે સંપત્તિ સાબિત થશે. આ યુદ્ધજહાજમાં ૭૫ ટકા હથિયાર છે.
અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ સ્વદેશી બનાવટનું આ યુદ્ધજહાજ દેશની આત્મનિર્ભરતાનું પ્રતિબિંબ પાડે છે, એમ તેમણે કહ્યું હતું.
જૂનું દૂનાગિરિ જહાજ ૩૩ વર્ષની સેવા બાદ વર્ષ ૨૦૧૦માં નિવૃત્ત થઈ ગયું હતું. નવા જહાજનું નામ એ જ રાખવાની પરંપરા છે, એમ તેમણે કહ્યું હતું.
લક્ષ્મણને બચાવવા હનુમાન આખો દ્રોણગિરિ પર્વત ઉપાડી લાવ્યા હતા. ‘દૂનાગિરિ’ પણ તમામ સંજોગોને પહોંચી વળવા સક્ષમ છે, એમ તેમણે કહ્યું હતું.
આ સમારોહમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સાથે નેવી વાઈવ્સ વેલ્ફેર એસોસિયેસન (એનડબ્લ્યૂડબ્લ્યુએ)ના અધ્યક્ષ કલા હરિકુમાર પણ હાજર રહ્યા હતા. ગાર્ડન રિચ શિપ બિલ્ડર્સ ઍન્ડ એન્જિનિયર્સ લિ. (જીઆરએસઈ) દ્વારા આ યુદ્ધજહાજનું નિર્માણ કરાવમાં આવ્યું છે. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.