ભુજ: પશ્ર્ચિમ રેલવે દ્વારા પૂર્વ કચ્છના સામખિયાળી ભચાઉ સેક્શન પર પ્રથમ વખત ઈલેક્ટ્રિક ટ્રેનનું એન્જિન દોડાવીને સફળ ટ્રાયલ લેવાઈ હતી જે કચ્છ જેવાં સરહદી જિલ્લાની રેલ સુવિધા અને માળખા માટે આ એક સીમાચિહ્નરૂપ ઘટના બની રહી છે. હવે આગામી દિવસોમાં કંડલા પોર્ટ અને ભુજ સુધીના રૂટનું વિદ્યુતીકરણ (ઈલેક્ટ્રિફિકેશન) હાથ ધરવામાં આવશે. ટૂંક સમયમાં જ વધુ બહેતર અને ઝડપી રેલ સુવિધા મળશે તેમ પશ્ચિમ રેલવેના પ્રિન્સીપલ ચીફ ઈલેક્ટ્રિકલ એન્જિનિયર જી. એસ. ભાવરીયાએ જણાવ્યું હતું. સેન્ટ્રલ ઓર્ગેનાઈઝેશન ફોર રેલવે ઈલેક્ટ્રિફિકેશનના અમદાવાદ એકમ દ્વારા આ સેક્શનનું વિદ્યુતીકરણ સંપન્ન કરાયું છે. ઈન્સ્પેક્શન પૂર્ણ થયા બાદ ભાવરીયાએ સેક્શનના ઓવરહેડ ઈક્વિપમેન્ટ સિસ્ટમની સલામતી અને વિશ્ર્વસનીયતા વધુ બહેતર કરવા સૂચનો કર્યાં હતા. અમદાવાદ ડિવિઝન અંતર્ગત સામખિયાળી ભચાઉ સેક્શન સહિત અત્યાર સુધીમાં ૩૩૨ રૂટ કિલોમીટરનું વિદ્યુતીકરણ સંપન્ન થઈ ચૂક્યું છે. ટ્રાયલમાં ડિવિઝન રેલવે મેનેજર તરુણ જૈન સહિતના વરિષ્ઠ રેલ અધિકારીઓ જોડાયા હતા.
કચ્છના સામખિયાળી-ભચાઉ રેલ સેક્શન પર પહેલી વાર ઈલેક્ટ્રિક ટ્રેનનું એન્જિન દોડ્યું
RELATED ARTICLES