ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપર કોચ ઉમેરવામાં આવશે

આપણું ગુજરાત

કચ્છના મુસાફરો માટે પશ્ચિમ રેલવે દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ ટ્રેનમાં અસ્થાયી ધોરણે એક સ્લીપર ક્લાસનો વધારાનો કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 20804 ગાંધીધામ – વિશાખાપટ્ટનમ એક્સપ્રેસને 10મી જુલાઈ 2022થી 31મી જુલાઈ 2022 સુધી એક સ્લીપર ક્લાસ કોચ વધારવામાં આવશે.
ટ્રેન નંબર 20803 વિશાખાપટ્ટનમ – ગાંધીધામ એક્સપ્રેસને 7મી જુલાઈ 2022થી 28મી જુલાઈ 2022 સુધી એક સ્લીપર ક્લાસ કોચ વધારવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.