એક્ટિંગ કરતાં પોતાની બોલ્ડ અદાઓ માટે જાણીતી અમાયરા દસ્તુરની સિઝલિંગ તસવીરો સોશિયલ મીડિયા પર અવારનવાર વાઈરલ થતી હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી અભિનેત્રીના અંડરવોટર ફોટોશૂટની તસવીરોએ નેટિઝન્સના ધબકારા ચૂકવી દીધા હતા. અમાયરા બોલીવૂડ જ નહીં પણ સાઉથમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે અને તે પોતાના અભિનય કરતાં લૂક્સ અને સુંદરતા માટે ચાહકોમાં લોકપ્રિય છે. હાલમાં જ અમાયરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે, જે જોત જોતામાં વાઈરલ થઈ ગઈ છે.
તેની આ અંડર વોટર તસવીરો પર ફેન્સ ખોબલે ખોબલે પ્રેમ વરસાવી રહ્યા છે અને એક યુઝરે તો કમેન્ટ કરતાં એવું પણ કહી દીધું હતું કે સમંદર મેં નહાકર ઔર ભી નમકીન હો ગઈ હો…
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમાયરા દસ્તુર બોલીવૂડ કરતાં સાઉથની ફિલ્મોમાં વધુ વ્યસ્ત જોવા મળે છે અને હાલમાં જ તેની ફિલ્મ બઘીરા અને વેબસીરિઝ ડોંગરી ટુ દુબઈ, બંબઈ મેરી જાન રિલીઝ થઈ હતી, જેમાં લોકોએ તેના અભિનયના ભરપેટ વખાણ કર્યા હતા.