Homeઆમચી મુંબઈઆખરે એ ડિઝાઈનરને પોલીસે લીધી તાબામાં, ઉલ્હાસનગરના ઘર પર પોલીસના દરોડા

આખરે એ ડિઝાઈનરને પોલીસે લીધી તાબામાં, ઉલ્હાસનગરના ઘર પર પોલીસના દરોડા

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસને લાંચ અને ધમકી આપવા પ્રકરણે ડિઝાઈનર અનિક્ષાને પોલીસે તાબામાં લીધી હતી અને અનિક્ષાના પિતા બૂકી અનિલ જસસિંઘાનીના ઘર પર દરોડા પાડ્યા હતા. અનિક્ષાને પોલીસે ઉલ્હાસનગરના ઘરેથી તાબામાં લીધી હતી.
અમૃતા ફડણવીસે ડિઝાઈનર અનિક્ષા સામે લાંચ અને ધમકી આપવા પ્રકરણે ગુનો દાખલ કર્યો હતો. અનિક્ષાએ અમૃતા ફડણવીસને એક કરોડ રૂપિયાની લાંચ ઓફર કરી હતી એવો આક્ષેપ કરવાામં આવી રહ્યો છે. અમૃતા ફડણવીસની ફરિયાદ બાદ મલબાર હિલ પોલીસ દ્વારા ડિઝાઈનર અનિક્ષા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
એક ગુનામાં મદદ કરવાની માગણી કરીને બૂકીઓની માહિતી આપીને એક કરોડ રૂપિયા પણ આપવાની ઓફર અનિક્ષા અને તેના પિતા અનિલે અમૃતા ફડણવીસને આપી હતી.
આ મામલે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ આ બાબતે સભાગૃહમાં પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે અમૃતાના માધ્યમથી મને ફસાવવાનું કાવતરું છે. જસસિંઘાની એક ફરાર ગુનેગાર છે અને તેના પર 14થી 15 ગુના નોંધાયેલા છે.
2015-16માં પહેલી વખત આ અનિક્ષા અમૃતાને મળી હતી, પણ ત્યાર બાદ અચાનક તેનું મળવાનું બંધ થઈ ગયું હતું. હવે આટલા વર્ષો બાદ ફરી એક વખત તે અમૃતાના સંપર્કમાં આવી હતી. પહેલાં લાંચ આપીને અને ત્યાર બાદ ધાક-ધમકી અને દબાણ લાવીને મને ફસાવવા માટેનું આ ષડયંત્ર હતું, એવી પ્રતિક્રયા ફડણવીસે ગૃહમાં આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular