ગઈ કાલે બુધવારે સ્કૂટ એરલાઇનની ફ્લાઇટ અમૃતસરના શ્રી ગુરુ રામદાસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેના નિર્ધારિત પ્રસ્થાન કરતાં પાંચ કલાક વહેલા રવાના થઈ હતી. જેના કારણે સિંગાપોર અને ઓસ્ટ્રેલિયા જવા માટે એરપોર્ટ પર પહોંચેલા 35 મુસાફરો છૂટી ગયા હતા. જેને લઈને મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.
હવે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ આ સમગ્ર મામલાની નોંધ લીધી છે. ડીજીસીએએ આજે ગુરુવારે જણાવ્યું હતું કે, આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.
સ્કૂટ એરલાઇનની ફ્લાઇટ સાંજે 7:55 વાગ્યે અમૃતસરથી સિંગાપોર માટે ઉપડે છે. બુધવારે સાંજે જ્યારે 35 મુસાફરો એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે ફ્લાઈટ લગભગ 3 વાગ્યાની આસપાસ રવાના થઈ ગઈ હતી. આ પછી આ મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો શરૂ કર્યો હતો. મુસાફરોનું કહેવું છે કે તેમને કોઈ માહિતી આપવામાં આવી ન હતી. એરલાઈન્સે પણ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો.
સ્કૂટ એરલાઇનના અધિકારીઓનું કહેવું છે કે, તેમણે તમામ મુસાફરોને ફ્લાઈટના રિશિડ્યુલિંગ વિશે જણાવતો ઈ-મેલ મોકલ્યો હતો. ઘણા મુસાફરો સમયસર એરપોર્ટ પહોંચી ગયા હતા. જે પેસેન્જરો આવ્યા ન હતા તેમના નામની પણ વારંવાર ઘોષણા કરવામાં આવી હતી, પરંતુ મુસાફરોનું કહેવું છે કે તેમને કોઈ ઈ-મેલ મળ્યો નથી.
અમૃતસર: પાંચ કલાક વહેલી ટેકઓફ થઇ ફ્લાઇટ, 35 મુસાફરો એરપોર્ટ પર છૂટ્યા
RELATED ARTICLES