સૈફ સાથે લગ્ન બાદ લાંબા સમય સુધી મા નહોતી બની અમૃતા સિંહ, અભિનેત્રીએ જણાવ્યું કારણ!

ફિલ્મી ફંડા

Mumbai: સૈફ અલી ખાન (Saif Ali Khan) અને અમૃતા સિંહ (Amrita Singh) ના ડિવોર્સ બાદ પણ બંનેના કિસ્સાઓ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. આવો જ હજુ એક કિસ્સો સામે આવી રહ્યો છે. નોંધનીય છે કે સૈફ અને અમૃતા વચ્ચે ઉંમરનો મોટો તફાવત હતો. લગ્ન સમયે સૈફ 21 વર્ષનો હતો અને અમૃતા 33 વર્ષની હતી.

અમૃતા તે સમયે ઈન્ડસ્ટ્રીની મોટી સ્ટારમાંની એક હતી અને સૈફને લોકો વધુ જાણતા નહોતા. તેનું પ્રમુખ કારણ એ હતું કે એક્ટરે ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું નહોતી. બંનેના લગ્ન બાદ અમૃતા ઘણા સમય બાદ માતા બની હતી. મીડિયામાં પણ બંનેના લગ્નજીવનને લઈને વિવિધ વાતો થઈ હતી. અટકળોને શાંત કરવા માટે અમૃતાએ પોતે જણાવ્યું હતું કે બાળકો પેદા કરવા માટે હું સેફને કોઈ દબાણ આપવા ઈચ્છતી નહોતી.

ફિલ્મી કાનાફૂસી દ્વારા જાણવા મળ્યું હતું કે, એક્ટર માટે સૌથી જરૂરી તેનું કામ હોય છે એવું અમૃતાનું માનવું હતું. તેથી તે સૈફ પર બાળકો પેદા કરવાનું દબાણ બનાવે તો તેના કરિયર પર અસર પડે તેમ હતી. આગળ જતાં બંનેના ઘરે સારા અલી ખાન  (Sara Ali Khan) અને ઈબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan) નો જન્મ થયો હતો.

લગ્નના 13 વર્ષ બાદ 2004માં સૈફ અને અમૃતાએ છુટાછેડા લીધા હતાં ત્યાર બાદ સૈફ અલી ખાને વર્ષ 2012માં સૈફ અલી ખાને કરીના કપૂર સાથે બીજા લગ્ન કર્યા હતાં.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.