પશ્ર્ચિમ રેલવેના નિવૃત્ત અધિકારીઓનું ડીઆરએમના હસ્તે અમૃત મહોત્સવ સન્માન

આમચી મુંબઈ

પશ્ર્ચિમ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી. જી.વી.એલ. સત્યકુમાર નિવૃત્ત રેલવે અધિકારીઓનું સન્માન કર્યું હતું. તે વેળા સન્માનનો ઉત્તર વાળતા કે. એમ. રાણા.
—-
મુંબઇ: પશ્ર્ચિમ રેલવેના મુંબઇ ડિવિઝન દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સ્વાતંત્ર્ય દિને રેલવેના વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી બજાવી ગયેલા રેલવે નિવૃત અધિકારીઓને પ્રસંશાપત્ર અને સુવર્ણચંદ્રક એનાયત કરવાનો એક સમારંભ મુંબઇ સેન્ટ્રલ ડીઆરએમ ઑફિસ ખાતે યોજાયો હતો. ડિવિઝનલ રેલવે મેનેજર જી.વી.એલ. સત્યકુમારના હસ્તે વર્ષો પહેલાં નિવૃત્ત થયેલા મોટરમેનો હીરાલાલ પરમાર, એલેક્સ સિલ્વેરા, સત્યેન્દ્ર પાલસિંગ સ્ટેશન મેનેજર કે. એમ. રાણા ઉપરાંત અક્ષયકુમાર કશ્યપ તથા જિતેન્દ્ર કપૂરનું અમૃત મહોત્સવ સન્માન કરાયું હતું. આમાં એલેક્સ સિલ્વેરાને (આંતરરાષ્ટ્રીય એથ્લેટ ભારતીય રેલવે) સત્યેન્દ્ર પાલસિંગ (આંતરરાષ્ટ્રીય હોકી પ્લેયર વે.રેલવે), હીરાલાલ પરમાર (ચીફ લોકો ઇન્સ્પેક્ટર) કે. એમ. રાણા (સ્ટેશન મેનેજર-બાંદ્રા ટર્મિનસ) વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રસંગે સન્માનનો ઉત્તર આપતા કે. એમ. રાણાએ ખૂબ જ ગળગળા થઇ કહ્યું હતું. અમે નિવૃત્ત થયાને ૨૦ વર્ષ બાદ રેલવેએ અમારી કદર કરી છે તે માટે અમે રેલવેના આભારી છે. વધુમાં તેમણે જણાવ્યું કે મારા ૩૮ વર્ષની સર્વિસ દરમિયાન શ્રી સત્યકુમાર જેવા ડીઆરએમ કદી જોયા નથી. અમે એમના પણ ખૂબ જ આભારી છીએ. આ પ્રસંગે ચીફ વેલ્ફેર ઓફિસર સૂર્યવંશી પણ હાજર હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.