અમરાવતી: મહારાષ્ટ્રના અમરાવતીમાં થયેલાં એક ભીષણ અકસ્માતમાં ઘટના સ્થળે જ 8ના મોત થયા હતા જ્યારે 10 જણની હાલત ગંભીર છે. એક ખૂબ જ ભયંકર વાહન અકસ્માત થયો છે. અકસ્માત બાદ મૃતદેહો રસ્તા પર પડી રહ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે જવા માટે રવાના થઈ હતી. ઘટનાસ્થળે પહોંચીને પોલીસે તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધર્યું હતું.
આ ગમખ્વાર અકસ્માત મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશની સરહદ નજીક થયો હતો જેમાં એક ટ્રક અને ફોર વ્હીલર વચ્ચે અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા અને 10 લોકો ઘાયલ થયા હતા. મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશની સીમા નજીક આવેલા શેખપુરા રોડ પર થયો હતો. મજૂરો શેરડી ભરેલી ટ્રકમાં મુસાફરી કરી રહ્યા હતા. સામેથી આવી રહેલી
ફોર-વ્હીલર અથડાઈ હતી. આ આ અથડામણ એટલી બધી જોરદાર હતી કે ઘટનાસ્થળે જ આઠ જણના મોત થયા હતા, જ્યારે દસ મજૂરોને ગંભીર રીતે ઈજા થઈ હતી. ટ્રકમાં કેટલા લોકો હતા તે હજુ સુધી જાણી શકાયું નથી.
તમામ ઘાયલોને મધ્યપ્રદેશની ખંડવા બુરહાનપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બધા કામદારો શેરડીની લણણી માટે બુરહાનપુર જઈ રહ્યા હતા. મૃતકો અને ઘાયલ થયેલા તમામ મજૂરો મધ્યપ્રદેશના છે. અકસ્માત બાદ થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. મધ્યપ્રદેશ પોલીસ અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે.