Homeદેશ વિદેશસેક્ટરલ ઈન્ડાયસીસમાં મેટલ ઈન્ડેક્સ સર્વાધિક વધ્યો, પાવર ઈન્ડેક્સ સર્વાધિક ઘટ્યો

સેક્ટરલ ઈન્ડાયસીસમાં મેટલ ઈન્ડેક્સ સર્વાધિક વધ્યો, પાવર ઈન્ડેક્સ સર્વાધિક ઘટ્યો

મુંબઇ: સેન્સેક્સ મંગળવારે ગઈ કાલના ૬૧,૧૪૪.૮૪ના બંધથી ૨૭૪.૧૨ પોઈન્ટ્સ (૦.૪૫ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ ૬૧,૧૨૬.૫૬ ખૂલી, ઉપરમાં ૬૧,૪૬૬.૬૩ સુધી, નીચામાં ૬૧,૦૭૩.૬૮ સુધી જઈ અંતે ૬૧,૪૧૮.૯૬ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સની ૨૫ કંપનીઓ વધી હતી અને ૫ કંપનીઓ ઘટી હતી. માર્કેટ કેપ રૂ. ૨૮૧.૨૯ લાખ કરોડ રહ્યું હતું. જે પાછલા સત્રમાં રૂ. ૨૮૦.૯૦ લાખ કરોડ હતું.
બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૦.૪૬ ટકા, બીએસઈ મીડ કેપ ૦.૪૮ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૪૮ ટકા, બીએસઈ લાર્જ કેપ ૦.૪૦ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૪૧ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૩૬ ટકા અને બીએસઈ ઓલ કેપ ૦.૩૪ ટકા વધ્યા હતા, જ્યારે એકમાત્ર બીએસઈ સ્મોલ કેપ ૦.૧૦ ટકા ઘટ્યો હતો. બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૦૧ ટકા વધ્યો હતો, જ્યારે બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૮૨ ટકા ઘટ્યો હતો.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં કમોડિટીઝ ૦.૬૩ ટકા, કંઝ્યુમર ડ્રિસ્ક્રિશનરી ૦.૩૦ ટકા, એનર્જી ૦.૧૦ ટકા, એફએમસીજી ૦.૫૮ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસિસ ૦.૨૧ ટકા, હેલ્થકેર ૦.૨૨ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૪૬ ટકા, આઈટી ૦.૭૫ ટકા, ઓટો ૦.૩૬ ટકા, બેન્કેક્સ ૦.૧૮ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૫૪ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૬૭ ટકા, મેટલ ૦.૮૨ ટકા અને ટેક ૦.૭૦ ટકા વધ્યા હતા, જ્યારે રિયલ્ટી ૧.૦૨ ટકા, પાવર ૧.૦૨ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૦૪ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૩૩ ટકા અને યુટિલિટીઝ ૧.૦૨ ટકા ઘટ્યા હતા.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઈન્ડસઈન્ડ બેન્ક ૨.૬૪ ટકા, એનટીપીસી ૧.૫૫ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૩૮ ટકા, ટાઈટન ૧.૨૬ ટકા અને ઈન્ફોસિસ ૧.૧૭ ટકા વધ્યા હતા, જ્યારે નેસ્ટલે ઈન્ડિયા ૦.૭૬ ટકા, પાવર ગ્રિડ કોર્પરેશન ઓફ ઈન્ડિયા ૦.૫૦ ટકા, ભારતી એરટેલ ૦.૪૮ ટકા, કોટક મહિન્દ્રા બેન્ક ૦.૨૦ ટકા અને એચડીએફસી બેન્ક ૦.૧૯ ટકા ઘટ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular