Big B ને ફરી થયો કોરોના

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ ફિલ્મી ફંડા

દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન ફરીથી કોરોનાવાયરસથી સંક્રમિત થયા છે. 79 વર્ષીય બચ્ચને ટ્વિટર પર આ વિશે માહિતી આપી હતી અને તેમના સંપર્કમાં આવેલા લોકોને તાત્કાલિક તપાસ કરાવવા વિનંતી કરી હતી. બચ્ચને લખ્યું, “મને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે… મારા સંપર્કમાં આવેલા લોકોને તાત્કાલિક પરીક્ષણ કરાવવાની વિનંતી કરું છું.”

આ સમાચાર બાદ ચાહકોએ હાર્ટ-આઈ અને લવ ઈમોજીસથી કોમેન્ટ સેક્શન છલકાવી દીધું છે. ઘણાએ અભિનેતાને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.

નોંધનીય છે કે અમિતાભ બચ્ચનને જુલાઈ 2020ની શરૂઆતમાં પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચનને હોસ્પિટલમાં સારવાર માટે 2 અઠવાડિયાથી વધુ સમય સુધી રહેવું પડ્યું હતું. ત્યારબાદ તેમના પુત્ર અભિષેક બચ્ચનની સાથે પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા બચ્ચન પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.

કોરોના સંક્રમણની ઝપેટમાં આવેલા અમિતાભ બચ્ચન આ દિવસોમાં તેમના પ્રખ્યાત ટીવી ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 14મી સીઝનનું શૂટિંગ કરી રહ્યા છે. આ ઉપરાંત તેમની પાસે ‘બ્રહ્માસ્ત્ર ભાગ 1’, ‘ઉંચાઈ’, ‘ગુડબાય’, ‘પ્રોજેક્ટ કે’ અને ‘ધ ઈન્ટર્ન’ રિમેક સહિતની ઘણી ફિલ્મો પણ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.