Homeટોપ ન્યૂઝદીકરાને મળી સિદ્ધિ તો બિગ બીએ કરી ટ્રોલર્સની બોલતી બંધ! કહ્યું લોકો...

દીકરાને મળી સિદ્ધિ તો બિગ બીએ કરી ટ્રોલર્સની બોલતી બંધ! કહ્યું લોકો તો મજાક…

તાજેતરમાં ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બોલીવૂડ અને ટીવી જગતના મોટા સિતારાઓ ઉપસ્થિત રહ્યા હતાં. કલાકારોના દમદાર પર્ફોમન્સ માટે આયોજિત કરવામાં આવેલા એવોર્ડ સમારોહમાં અભિષેક બચ્ચનની દસવી ફિલ્મનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. અભિષેકની આ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો અને સાથે બેસ્ટ એક્ટરનો પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જૂનિયર બચ્ચનને મળેલી આ સિદ્ધિથી બિગ બીએ અનોખા અંદાજમાં દીકરાને શુભેચ્છાઓ આપી હતી.
બાળકો જ્યારે આગળ વધે ત્યારે સૌથી વધુ ખુશ તેના માતા-પિતા થાય છે. દસવી માટે અભિષેક બચ્ચનને મળેવા એવોર્ડ બાદ અમિતાભ બચ્ચને ટ્વિટર પર લખ્યું હતું કે, ડિઝર્વિંગ એવોર્ડ, શાબાશ ભૈયૂ, તમે બેસ્ટ છો અને હંમેશા રહેશો. તમે ઈમાનદારી સાથે પોતાને સાબિત કર્યા છે અને આગળ પણ આવી જ રીતે રહેજો. તમારો મજાક ઉડાવવામાં આવશે, પરંતુ ઈગ્નોર કરી શકાય નહીં.
અભિષેકને ટ્રોલ કરનારા લોકોને અમિતાભ બચ્ચને જડબાતોડ જવાબ આપીને દીકરાને સપોર્ટ કર્યો હતો. તેમણે વધુ એક ટ્વિટ પોસ્ટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે, મારી ખુશી મારું ગૌરવ. લોકોએ તમારો મજાક બનાવ્યો, પરંતુ તમે ધૈર્ય અને સંયમથી બધાના દિલ જીતી લીધા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular