Homeઆપણું ગુજરાતઅમિત શાહ અમદાવાદમાં ઉત્તરાયણે પતંગ ચગાવશે: બે દિવસ રોકાશે

અમિત શાહ અમદાવાદમાં ઉત્તરાયણે પતંગ ચગાવશે: બે દિવસ રોકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સામાન્યરીતે દર વર્ષે ઉત્તરાયણ અમદાવાદમાં ઉજવતા રહ્યાં છે. આ વર્ષે પણ શાહ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણને બે દિવસ રોકાશે અને અમદાવાદ કે પોતાના મતવિસ્તાર કલોલમાં પતંગબાજી માણશે. આ ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં તમામ ૨૬ બેઠકો જાળવી રાખવા માટેની પ્રાથમિક કવાયત પણ કરશે.
૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં વર્ષો બાદ પોતાના મતવિસ્તાર કલોલ વિધાનસભા બેઠક પર ભાજપની જીત થતા તેની ઉજવણીના ભાગરૂપે શાહે આ વખતે બે દિવસમાંથી એક દિવસ કલોલમાં પતંગ ચગાવવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળે છે.
તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર કલોલ મતક્ષેત્રમાં ભાજપનો વિજય થયો છે. અમિત શાહ ઉત્તરાયણનો તહેવાર પોતાના પરીવાર સાથે અમદાવાદમાં ઉજવતા રહ્યા છે. આ વખતે તેઓ બે દિવસની રજાઓ દરમિયાન ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત કલોલમાં પતંગોત્સવ ઉજવશે. તદ્ઉપરાંત કચ્છ સરદહે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોની મુલાકાતનું પણ આયોજન થઈ રહ્યાનું જાણવા મળ્યું છે. મકરસંક્રાંતિના દિવસે તેઓ પરિવાર સાથે અમદાવાદના જગન્નાથજી મંદિરે દર્શન કરવા પણ જતા હોય છે. અમિત શાહ કાર્યકરોના ઘરે જઈને તેમની સાથે ચિક્કી અને બારની મજા સાથે પતંગના પેચ લડાવતા હોય છે. અમિત શાહ હંમેશાં તહેવારો પરિવાર સાથે મનાવતા હોય છે અને વારંવાર આવે છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જવાબદારી હોવાથી અમિત શાહ મોટાભાગનો સમય ગુજરાતમાં રહ્યાં હતા. હાલમાં લોકસભાની ચૂંટણી પહેલાં અલગ અલગ રાજ્યો ગજવી રહ્યાં છે. અમિત શાહને ચૂંટણીના ચાણક્ય ગણાય છે. જેમની રણનીતિ ભાજપને ફાયદો કરાવી
રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular