બિહારમાં નિતીશ-લાલુ પર વરસ્યા મોટા ભાઈ! કહ્યું, સત્તાના મોહમાં નીતિશ કુમારે જનતા સાથે કરી છેતરપિંડી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બિહારના પ્રવાસે છે ત્યારે સીમાંચલમાં આયોજિત કરવામાં આવેલી રેલીમાં રાજ્યના સીએમ નીતિશ કુમાર અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ પર આકરા પ્રહારો કર્યા હતાં.
અમિત શાહે રેલીમાં જણાવ્યું હતું કે, સ્વાર્થ માટે નીતિશ કુમાર લાલુ યાદવના ખોળામાં જઈને બેસી ગયા. મોદી સરકારના રાજમાં કોઈને ડરવાની જરૂર નથી. નીતિશ કુમારે સ્વાર્થની સાથે સત્તાના મોહમાં જનતા સાથે છેતરપિંડી કરી છે. હું આજે બિહારમાં છું તો લાલુ અને નીતિશની જોડીને પેટમાં દુઃખી રહ્યું છે. વડા પ્રધાન બનવા માટે તેમણે ભાજપને છેતરી છે.
અમિત શાહે નીતિશ કુમારને સવાલ કર્યો હતો કે ચારા ઘોટાળા અંગે તો તેઓ ખૂબ જ બોલતા હતાં હવે શું કહેશે? ચારા ઘોટાળાવાળા તો હવે તમારા પ્રધાન બની ગયા છે. નીતિશ કુમાર એન્ટી કોંગ્રેસ પોલિટિક્સની પીઠમાં ખંજર મારીને આરજેડી અને કોંગ્રેસના કોળામાં બેસી ગયા છે. તેઓ એમ કહી રહ્યા છે કે હું ઝઘડા કરવા આવ્યો છું, પણ એવું નથી. ઝઘડા કરાવવામાં લાલુ એકલા જ કાફી છે. વર્ષ 2024માં લાલૂ અને નીતિશના સૂપડા સાફ થશે. બિહારમાં ફરી કમળ ખીલશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.