Homeઆપણું ગુજરાત‘રાહુલ ગાંધી ચૂંટણીના પરિણામો પહેલાથી જ જાણે છે એટલે ગુજરાત નથી આવતા’...

‘રાહુલ ગાંધી ચૂંટણીના પરિણામો પહેલાથી જ જાણે છે એટલે ગુજરાત નથી આવતા’ ખેડામાં અમિત શાહે કહ્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનને આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ભાજપ પુરજોશમાં પ્રચાર કરી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ વિવિધ જગ્યાએ સભાઓ સંબોધી રહ્યા છે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ખેડામાં સભા સંબોધતા કહ્યું કે રાહુલ ગાંધી ગુજરાત આવાનું ટાળી રહ્યા છે કારણ કે તેઓ વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલાથી જ જાણે છે, કોંગ્રેસનો ફરીથી કારામો પરાજય થવાનો છે.
ખેડા જિલ્લાના મહુધામાં ચૂંટણી સભાને સંબોધિત કરતી વખતે અમિત શાહે જણાવ્યું હતું, “ રાહુલ ગાંધી મહુધા આવવાના નથી. તેઓ પરિણામો જાણે છે અને તેથી તેઓ ગુજરાતમાં તેમનો ચહેરો દેખાડી રહ્યા નથી.”
અગાઉ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અત્યાર સુધી ગુજરાતમાં માત્ર ત્રણ ચૂંટણી રેલીઓમાં જ ગયા છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્ય ભરમાં કેમ્પેઈન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીને જુઓ. તેમાં કોઈ પરસેવો નથી પાડતું કે નથી મહેનત કરતુ. મહેનત વિના તમે ચૂંટણી જીતી શકવાના નથી. રાહુલ ગાંધી માત્ર ત્રણ સભામાં હાજરી આપવા આવ્યા હતા.
નોંધનીય છે કે રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે, કન્યાકુમારીથી નીકળેલી આ પદયાત્રા હાલ મધ્યપ્રદેશ પહોંચી છે. યાત્રામાંથી વિરામ લઇ રાહુલ ગાંધી બે દિવસની ગુજરાત મુલાકતે આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular