વીડિયો કોણે કર્યો વાઈરલ? અમિત શાહની પદાધિકારી સાથેની ખાનગી બેઠકની વાતો લીક કોણે કરી? કોણ છે દગાખોર? તપાસનો આદેશ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની મુંબઈની બે દિવસની મુલાકાત જેટલી ચર્ચામાં રહી હતી એટલી જ હવે વિવાદ જન્માવનારી થઇ રહી છે. અમિત શાહે મુંબઈમાં લાલબાગનાં દર્શન કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે પર નિશાન તાક્યું હતું. અમિત શાહની મુંબઈની મુલાકાત રાજકીય વર્તુળોમાં ઘણી ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે તેમની પદાધિકારીઓ સાથે થયેલી બેઠક વિવાદનો મુદ્દો બની ગઇ છે.

ભાજપના પદાધિકારીઓ સાથે અમિત શાહે ફડણવીસના મેઘદૂત બંગલામાં યોજેલી બેઠકમાં અમિત શાહે કઇ ચર્ચા કરી તે અંગેનો વીડિયો ચેનલોમાં વાઈરલ થવાને કારણે અમિત શાહ લાલચોળ થઇ ગયા છે. આપણામાંથી કોણ છે દગાખોર? કોણે વીડિયો વાઈરલ કર્યો એ અંગે હવે અમિત શાહે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. પદાધિકારીઓ સાથે થયેલી ચર્ચાનો વીડિયો ચેનલોમાં વાઈરલ થતાં જ અમિત શાહે તેમના પદાધિકારીઓને સંબોધીને કહ્યું હતું કે મારું આ ભાષણ પબ્લિક માટે નહોતું, આ વીડિયો જેણે પણ વાઈરલ કર્યો છે તેની તપાસ કરવામાં આવશે, એવું પણ અમિત શાહે કહ્યું હતું.

આમ અમિત શાહની મુંબઈની મુલાકાતની ચર્ચા જેટલી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની હતી તો બીજી બાજુ પદાધિકારીઓ સાથેની બેઠકમાં કોણે રેકોર્ડિંગ કર્યું હતું, એ વિવાદનો મુદ્દો બની ગયું છે. આથી જ હવેથી પછી પદાધિકારીઓની બેઠક બોલાવવામાં આવશે, ત્યારે કોઇ પણ નેતાને પોતાનો મોબાઈલ સાથે લઇ જવાની પરવાનગી આપવામાં નહીં આવે, એવો પણ આદેશ અમિત શાહે આપ્યો હોવાનું સંભળાઈ રહ્યું છે. જોકે પક્ષમાં કોણ દગાખોર છે તેની તપાસ કરવાનો આદેશ અમિત શાહે આપ્યો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.