આજે સવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પત્ની, પુત્ર જય શાહ અને પુત્રવધૂ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. પરિવાર સાથે તેઓ નારણપુરાની સબ ઝોનલ ઓફિસમાં મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન બાદ તેમણે ગુજરાતની જનતાને વધુને વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી.
મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા અમિત શાહે કહ્યું કે, આજે બીજા તબક્કાના મતદાનનો દિવસ છે. જેમને પહેલીવાર મતાધિકારનો ઉપયોગ કરવાનો તે સૌ યુવક-યુવતીઓને અપીલ કરું છું કે, આપનો મત જરૂર આપો અને ગુજરાતના વિકાસ આગળ વધારો. સમગ્ર ભારતના વિકાસનો પાયો ગુજરાત છે.
ઉત્તર પ્રદેશના ગવર્નર અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે શીલજ ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેઓએ મતદાન કરીને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, મતદાન કરવો આપણો અધિકાર છે. આ આપણે તેનો ઉપયોગ કરીને ભારતને અવલ્લ નંબરે લઇ જવાનું છે.
શંકરસિંહ વાઘેલાએ અમદાવાદમાં મતદાન કર્યું હતું. તો કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે અમદાવાદના નરોડા ખાતે મતદાન કર્યુ અને મતદાન બાદ જગદિશ ઠાકોરે જીતનો દાવો કર્યો.
વિરમગામ બેઠકના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ તેમની પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા.