શું પાકિસ્તાની અભિનેતાને ડેટ કરી રહી છે અમિષા પટેલ!

ફિલ્મી ફંડા

બોલીવૂડ અભિનેત્રી અમિષા પટેલ આજકાલ ચર્ચામાં છે. લોકો તેના રિલેશનશીપ સ્ટેટસ પર ચર્ચા કરી રહ્યા છે. એવી જ રીતે પાકિસ્તાનના હેન્ડસમ હીરો ઇમરાન અબ્બાસના રિલેશનશીપ સ્ટેટસની પણ આજકાલ ચર્ચા થઇ રહી છે. લોકો જાણવા આતુર છે કે આજકાલ ઇમરાન અને અમિષા વચ્ચે શું રંધાઇ રહ્યું છે.
ઇમરાન અને અમિષા પટેલના અફેરની ચર્ચા ચગી રહી છે. બંને એકબીજાને વર્ષોથી ઓળખે છે અને બંને સારા મિત્ર હોવાનો દાવો કરે છે, પણ તેમની નિકટતા કંઇક બીજી જ સ્ટોરી બયાન કરી રહી છે.
ઇમરાન અને અમિષાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં બંને રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે. બંને અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણના રોમાન્ટિક લવ સોંગ પર રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે. લવી-ડવી બર્ડ્ઝની કેમિસ્ટ્રી પણ ગજબની છે.
આ વીડિયો શેર કરતા ઇમરાને લખ્યું હતું- મારી ફ્રેન્ડ અમિષા પટેલ સાથે મારી ફેવરિટ બોલીવૂડ ટ્યૂન્સ પર ફિલ્માંકનની મજા માણી. આ ગીત અમિષા પર ફિલ્માવવામાં આવ્યું છે. ઇમરાન-અમિષા હાથ પકડીને તો ક્યારેક ગળે લગાવીને રોમાન્સ કરતા અદભૂત દેખાઇ રહ્યા છે. અમિષાએ પણ આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by 𝑰𝑴𝑹𝑨𝑵 𝑨𝑩𝑩𝑨𝑺 (@imranabbas.official)

“>
આ વીડિયો વાઇરલ થયા બાદ તેઓ બંને સંબંધમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. લોકોને બંનેની કેમિસ્ટ્રી પસંદ આવી છે અને તેઓ તેમને સાથે ફિલ્મ કરવાનું પણ જણાવી રહ્યા છે.
ઇમરાન-અમિષા સોશિયલ મીડિયા પર એકબીજાના વખાણ કરતા થાકતા નથી. બંને વચ્ચે ખરેખર અફેર છે કે તેઓ જસ્ટ ફ્રેન્ડ્ઝ છે એ અંગે તેઓએ કોઇ પ્રતિક્રિયા આપી નથી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિષઆ ટૂંક સમયમાં ગદર-2માં સકીનાના રોલમાં જોવા મળશે. ઈમરાને વિક્રમ ભટ્ટની ફિલ્મ ક્રિએચર 3Dમાં બિપાશા બાસુ સાથે રોલ કર્યો હતો. એ ઉપરાંત તેણે એ દિલ હૈ મુશ્કિલમાં પણ કેમિયો રોલ કર્યો હતો.
તમને અમિષા-ઇમરાનની જોડી કેવી લાગી?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.