બોલીવૂડના અભિનેતા અને મિસ્ટર પરેફેક્શનિસ્ટ લાલ સિંહ ચઢ્ઢા ઉર્ફે મહાવીર સિંહ ફોગાટ ઉર્ફે પીકે એટલે કે આમિર ખાનનો જન્મ દિવસ છે. આમિર ખાન હાલમાં થોડાક સમયથી એક ઈન્ટરવ્યુને કારણે ચર્ચામાં છે. આ ઈન્ટરવ્યુમાં તેણે પોતાની પ્રોફેશનલ લાઈફ સિવાય પર્સનલ લાઈફ વિશે પણ ખુલીને વાત કરી હતી અને એ જ દરમિયાન તેણે કિરણ રાવને શું કામ છુટાછેડા આપ્યો એનું કારણ પણ જણાવ્યું હતું.
આ ઈન્ટરવ્યુમાં આમિરે એવું જણાવ્યું હતું કે કિરણ અને મારા બોન્ડિંગમાં ખુબ પરિવર્તન આવ્યું છે અને આ જ કારણસર અમે લોકોએ છુટા પડવાનું નક્કી કર્યું હતું. મહત્ત્વની વાત એ છે કે હું અને કિરણ એક ફેમિલી છીએ પણ પતિ-પત્ની તરીકેના અમારા સંબંધોમાં ખૂબ જ ફેરફાર થયો છે.
આમિર ખાને એવું પણ જણાવ્યું હતું કે અમે લોકો એક સાથે કામ કરતા હતા, એકબીજાની ખૂબ નજીક હતા, પણ અમારા વચ્ચે પતિ-પત્નીનો સંબંધ નહોતો અને આ જ કારણસર અમે લોકોએ અલગ થવાનો નિર્ણય લીધો હતો.
એટલું જ નહીં આમિરે રીના સાથેના છુટાછેડાનો પણ આ ઈન્ટરવ્યુમાં ઉલ્લેખ કર્યો હતો અને એ વિશે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે રીનાથી પણ જ્યારે મેં છુટાછેડા લીધા ત્યારે પણ મારા લાઈફમાં કોઈ નહોતું અને હવે કિરણથી પણ જ્યારે હું છુટો પડ્યો છું ત્યારે પણ મારી લાઈફમાં કોઈ જ નથી.
આમિરે કિરણ રાવ સાથેના છુટાછેડા બાબતે આપેલું કારણ આમ તો ખાસ કંઈ હજમ થાય એવું નથી, પણ હશે ભાઈસા’બ… બડે લોગ, બડી બડી બાતેં… લેટ ઈટ બી હેપ્પી બર્થડે મિસ્ટર પરફેક્શનિસ્ટ, તુમ જિયો હજારો સાલ, સાલ કે દિન હો પચ્ચાસ હજાર…