Homeઆમચી મુંબઈમોદી-મોદીના નારા વચ્ચે વડાપ્રધાને કર્ણાટકમાં કર્યો મેગા રોડ શો

મોદી-મોદીના નારા વચ્ચે વડાપ્રધાને કર્ણાટકમાં કર્યો મેગા રોડ શો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના મૈસૂરમાં રૂ. 16,000 કરોડના પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા માટે આવી પહોંચ્યા હતા. પહેલા વડાપ્રધાન મોદીએ માંડ્યામાં લગભગ 2 કિલોમીટર સુધી રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન હજારો લોકો જોવા મળ્યા હતા. લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફૂલોની વર્ષા કરી હતી . વડાપ્રધાન મોદીએ પણ કારમાંથી બહાર આવીને લોકોનું અભિવાદન કર્યું હતું.
માંડ્યામાં વડાપ્રધાનની હાજરી રાજકીય દૃષ્ટિકોણથી મહત્વની છે, કારણ કે રાજ્યમાં મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. માંડ્યા જિલ્લો જૂના મૈસુર પ્રદેશનો મુખ્ય ભાગ છે અને પરંપરાગત રીતે જનતા દળ સેક્યુલર (એસ)નો ગઢ રહ્યો છે. જિલ્લામાં સાત વિધાનસભા મતવિસ્તાર છે અને એક સિવાયના તમામ જેડી(એસ) પાસે છે. 2019 માં યોજાયેલી પેટાચૂંટણી દરમિયાન ભાજપ એક બેઠક (KR પેટ) જીતીને માંડ્યા જિલ્લામાં પ્રવેશ કરવામાં સફળ રહી હતી.
વડા પ્રધાન મોદી માંડ્યા અને હુબલી-ધારવાડમાં રૂ. 16,000 કરોડના મોટા પ્રોજેક્ટના શિલાન્યાસ કરશે અને એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન મોદી મૈસૂર-કુશલનગર વચ્ચેના ફોર લેન હાઈવેનો શિલાન્યાસ પણ કરશે. લગભગ 4,130 કરોડ રૂપિયાના ખર્ચે 92 કિલોમીટર લાંબો રોડ પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે.
વડાપ્રધાન કાર્યાલય તરફથી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટ કુશલનગરની બેંગલુરુ સાથેની કનેક્ટિવિટી મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે અને તેમની વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ પાંચ કલાકથી ઘટાડીને માત્ર અઢી કલાક કરવામાં મદદ કરશે. વડાપ્રધાન હુબલી-ધારવાડમાં IIT ધારવાડ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેમણે ફેબ્રુઆરી 2019માં તેનો શિલાન્યાસ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular