Ahmedabad: એક તરફ અમદવાદમાં કોરોનાના કેસમાં(Covid) સતત વધરો થઇ રહ્યો છે ત્યારે શહેરમાં સ્વાઇન ફ્લૂથી(Swine flu) એક દર્દીનું મોત નીપજતા ફફડાટ ફેલાયો છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં બે સ્વાઇન ફ્લૂના દર્દીઓ સારવાર હેઠળ હતા. જેને ધ્યાનમાં લઈને સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂનો એક સ્પેશિયલ વોર્ડ પણ શરૂ કરાયો છે.
મળતી માહિતી પ્રમાણે ચાર દિવસ પહેલા નારણપુરા અને સરખેજ વિસ્તારમાંથી સ્વાઇન ફ્લૂના એક-એક પોઝિટિવ દર્દીઓને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સરખેજ વિસ્તારના દર્દીની હાલત ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં રાખવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ગઈ કાલે દર્દીનું મોત નિપજ્યું છે. નારણપુરાનાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે. તહેવારોની સીઝન આવી રહી છે ત્યારે શહેરમાં વધુ કેસ નોંધાવાની શક્યતા છે.
સ્વાઈન ફ્લુથી દર્દીનું મોત નીપજતા તંત્ર દોડતું થઇ ગયું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ માટે એક સ્પેશિયલ વોર્ડ પણ શરૂ કરાયો છે જેમા 80 બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત જરૂર પડ્યે 36 વેન્ટીલેટર વાળા બેડ પણ સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે તૈયાર રખાયા છે.
નોંધનીય છે કે 160 દિવસ બાદ શહેરમાં 24 કલાકમાં 3 દર્દીઓના મોત નોંધાયા હતા. આ પેહલા 18મી ફેબ્રુઆરીના દિવસે એક દિવસમાં ૩ મૃત્યુ નોંધાયા હતા. શહેરમાં સતત 4 દિવસથી કોરોનાના 300 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. સાથે સાથે એક્ટીવ કેસની સંખ્યા પણ 2100એ પહોંચી છે.
