હિમાચલના કાંગડામાં ભારે વરસાદ વચ્ચે રેલ્વે બ્રિજ તૂટી પડ્યો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં ચક્કી બ્રિજના ત્રણ સ્તંભોમાંથી એક શનિવારની સવારે સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થતા પડી ગયો હતો. રાજ્યમાં ભારે વરસાદ ચાલુ છે. વરસાદ વચ્ચે ચક્કી નદી પરના રેલ્વે પુલનો એક ભાગ પડી ગયો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પઠાણકોટ અને જોગીન્દરનગર વચ્ચેની નેરોગેજ ટ્રેન સેવા જ્યાં સુધી પુલનો નવો પિલર ન બને ત્યાં સુધી બંધ રહેશે. આ પુલ વર્ષ 1928માં અંગ્રેજો દ્વારા બનાવવામાં આવ્યો હતો. પઠાણકોટ અને જોગીન્દરનગર વચ્ચે નેરોગેજ રેલ લાઇન પર દરરોજ 7 ટ્રેનો દોડે છે.
પોંગ ડેમ વન્યજીવ અભયારણ્યમાં સ્થિત આ રેલ્વે લાઈન સેંકડો ગામડાઓ માટે જીવનરેખા છે. અહીં કોઈ રોડ કે બસ સેવા ઉપલબ્ધ નથી. આ ગામોના લોકો કાંગડા જિલ્લાના મુખ્યાલય સાથે જોડાવા માટે ટ્રેન સેવાનો ઉપયોગ કરતા હતા.
ભારતીય હવામાન વિભાગ અનુસાર હિમાચલ પ્રદેશના કાંગડા, ચંબા, બિલાસપુર, સિરમૌર અને મંડી જિલ્લાઓમાં કેટલાક અલગ-અલગ વિસ્તારોમાં કેટલાક દિવસ સુધી ભારે વરસાદની અપેક્ષા છે.
હિમાચલ પ્રદેશના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા 25 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહીને કારણે ભૂસ્ખલનની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. સ્થાનિકો અને પ્રવાસીઓને ખરાબ હવામાનમાં નદીઓ અને નાળાઓ પાસે જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.