બોલીવૂડ એક્ટ્રેસ ક્રિતી સેનોન અને સાઉથ સુપરસ્ટાર પ્રભાસ ફિલ્મ ‘આદિપુરુષ’માં સાથે જોવા મળવાના છે. પાન ઈન્ડિયા ફિલ્મ ‘આદિપુરુષ’માં પ્રભાસ ભગવાન રામ અને ક્રિતી સેનોન માતા સીતાના રોલમાં જોવા મળશે.
ફિલ્મ ‘આદિપુરુષ’ આ પહેલા પણ ચર્ચામાં હતી, હવે આ ફિલ્મના સ્ટાર્સ ચર્ચામાં છે. ક્રિતી સેનોન આજકાલ જ્યાં પણ જાય છે, તે જેની સાથે પણ વાત કરે છે, તે પ્રભાસના ભરપૂર વખાણ કરતી જોવા મળે છે.
ક્રિતી સેનોને તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન પ્રભાસ સાથે લગ્ન કરવાની વાત કરી હતી. કૃતિનો આ ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એક ઇવેન્ટ દરમિયાન જ્યારે ક્રિતીને પૂછવામાં આવ્યું કે તે કાર્તિક આર્યન, ટાઈગર શ્રોફ અને પ્રભાસમાંથી કોની લગ્ન કરવા ઈચ્છે છે. ત્યારે ક્રિતીએ જવાબ આપ્યો કે તે પ્રભાસ સાથે લગ્ન કરવા માંગે છે. ક્રિતીનો આ જવાબ સાંભળીને તમામ ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ક્રિતી સેનોનની પ્રભાસને ડેટ કરવાની ચર્ચા ઘણા સમયથી ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે. જો ગોસિપની વાતો માનીએ તો આદિપુરુષના શૂટિંગ દરમિયાન બંનેને નજીક આવવાનો મોકો મળ્યો છે. ત્યાંથી જ તેમના અફેરની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ હતી. પ્રભાસનું નામ ક્રિતી સેનોન પહેલા સાઉથની એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી સાથે પણ જોડાઈ ચૂક્યું છે.
સાઉથના આ સુપરસ્ટારને દિલ દઇ બેઠી છે ક્રિતી સેનોન
RELATED ARTICLES