નવી દિલ્હીઃ ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે નવમી ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશમાં નવમી ડિસેમ્બરે તવાંગમાં અથડામણ થઈ હતી ત્યાર બાદ ચીન તરફથી સામાન્ય રીતે સરહદ પર આ પ્રકારના છમકલાં કરવામાં આવી રહ્યા છે ત્યારે ડ્રેગન દેશ ભારતમાં ઈન્ટરનેટની વ્યવસ્થાને ઠપ કરવા માટે સાઈબર હુમલો કરી રહ્યું છે. તાજેતરમાં એમ્સનું સર્વર હેક કરવામાં આવ્યું હતું, જેમાં તપાસમાં જાણવા મળ્યું હતું કે એ ચીન દ્વારા પગલું ભરવામાં આવ્યું હતું. સર્વર હેક કરવામાં આવ્યા પછી સંસ્થાની મહત્ત્વની વ્યકિતના ડેટા પણ ડાર્કવેબ પર મૂકવામાં આવ્યા હતા.
સાઈબર હુમલાને રોકવા માટે ભારત સરકારે તેના મંત્રાલય અને જાહેર સરકારી એકમ (પીએસયુ)ના કર્મચારીઓ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ-એસઓપી જારી કરવામાં આવી છે. અને એનું પાલન નહીં કરનારા લોકોની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ અનુસાર કર્મચારીઓએ કામકાજ કરવાનું રહેશે. ચીનના સાઈબર હુમલાનો સામનો કરી રહેલ ભારત સરકારે એસઓપી ઈન્ટરનેટ અને કમ્પ્યુટરનો ઉપયોગ યોગ્ય રીતે અથવા નિર્ધારિત માપદંડ પ્રમાણે કરવાનો આદેશ આપ્યો છે.
કેન્દ્ર સરકારે મોટા નુકસાનમાંથી બચવા માટે પોતાના પક્ષને મજબૂત કરવા અને કડક દેખરેખ રાખવા માટે આ પગલાં ભરવામાં આવ્યાં છે. આઈટીના કાયદાનું પાલન કરવાનો આદેશ આપ્યો છે, જ્યારે તેના અંતર્ગત કર્મચારીઓને કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવ્યા પછી કમ્પ્યુટર બંધ કરવું, ઈમેલ સાઈન આઉટ કરવા તથા સમયાંતરે પાસવર્ડ પણ અપડેટ કરવાની બાબતનો સમાવેશ થાય છે.