CBIના દરોડા વચ્ચે કેજરીવાલ અને મનીષ સિસોદિયા આજે ગુજરાત આવશે, આપશે નવી ગેરંટી

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

વિધાનસભા ચૂંટણીને(Assembly election) લઈને હવે ગુજરાતમાં ધમધમાટ શરુ થઇ ગયો છે. ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ એક્શનમાં આવી ગયા છે. ત્યારે પહેલી વાર ગુજરાત વિધાન સભાની ચૂંટણી લડવા જઈ રહેલી આમ આદમી પાર્ટીના(AAP) રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejariwal) લગભગ દર અઠવાડિયે ગુજરાત આવતા રહે છે. ત્યારે આજે તેઓ ફરીથી ગુજરાત આવવાના છે તેમની સાથે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા(Manish Sisodia)  પણ આવવાના છે. બંને બે દિવસ ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. નોંધનીય છે કે હાલમાં જ મનીષ સીસોદીયાના નિવાસસ્થાન પર પડેલા CBIના દરોડા(CBI Raid)ને લઈને તેમની ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે.
બપોરે 1 વાગ્યે બંને નેતાઓ અમદાવાદ એરપોર્ટ આવશે. 1.30 વાગ્યે સિંધુભવન રોડ પર આવેલી હોટલ તાજ સ્કાયલાઈનમાં અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયા પત્રકાર પરિષદ સંબોધશે. બપોરે 2 વાગ્યે તેઓ હિંમતનગર ટાઉન હોલમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા રવાના થશે. આ પહેલા અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતાને વિવિધ ગેરંટીઓ આપી ચુક્યા છે. ત્યારે આ મુલાકાત દરમિયાન તેઓ ગુજરાતની જનતાને વધુ એક ગેરેન્ટી આપશે. લોકો સાથે સંવાદ બાદ તેઓ મોડી સાંજે અમદાવાદ હોટલ પર પરત ફરશે.
આવતી કાલે 23 ઓગસ્ટે તેઓ ભાવનગર જવા રવાના થશે. જ્યા તેઓ યુવા અને શિક્ષા બાબતે લોકો સાથે સંવાદ કરશે. ભાવનગર ખાતે કાર્યક્રમ પૂર્ણ કરી તેઓ અમદાવાદ પરત ફરશે અને બાદમાં દિલ્હી પરત ફરશે.
તાજેતરમાં જ શરાબ આબકારી નીતિ મામલે મનીષ સિસોદિયાના ઘરે CBIના દરોડા પડ્યા હતા જેણે લઈને રાજકારણ ગરમાયું છે. ત્યારે ગુજરાત આવતા અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયા ઉપર હુમલાની આશંકાએ ગુજરાત AAPના નેતાઓએ ગુજરાત રાજ્યના DGPને સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં માટે પત્ર લખ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.