અદાણીની પડખે આવ્યા દેશના આ ઉદ્યોગપતિ, કરી નાખ્યું આ ટિવટ!

309

આવતીકાલે શેરબજારમાં અદાણી ગ્રૂપના શેર પર સૌની નજર રહેશે

નવી દિલ્હીઃ એક જ અઠવાડિયામાં દેશના દિગ્ગજ ઉદ્યોગ ગૃહ અને ઉદ્યોગપતિ એવા ગૌતમ અદાણીની અબજો રુપિયાની સંપત્તિનું ધોવાણ થઈ ગયા પછી કેન્દ્ર સરકારની સાથે સાથે ઉદ્યોગપતિ તેમના અંગે સત્તાવાર નિવેદન આપી ચૂક્યા છે. અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મ હિન્દરબર્ગ રિસર્ચના એક રિપોર્ટે દેશના બિઝનેસ સેક્ટર જ નહીં, પરંતુ  રાજકારણમાં ગરમાવો લાી દીધો હતો. સંસદના સત્રમાં પણ આ મુદ્દે વિપક્ષોએ સમગ્ર પ્રકરણમાં સત્ય બહાર લાવવાનો અનુરોધ કર્યો હતો, ત્યારબાદ નાણા પ્રધાનને પણ અદાણી મુદ્દે સત્તાવાર નિવેદન આપવાની નોબત આવી હતી ત્યારે અદાણીના પડખે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ એક ટવિટ કરીને સૌને ચોંકાવી નાખ્યા હતા.


પદ્મવિભૂષણથી સન્માનિત મહિન્દ્રાએ અદાણીના સંકટને લઈને ભારતીય આર્થિક શક્તિ પર સવાલ કરનારા લોકોને જવાબ આપ્યો હતો. તેમણે ટિવટ કરતા લખ્યું હતું કે વૈશ્વિક મીડિયામાં એવી અટકળો ચાલી રહી છે કે શું વ્યાપાર ક્ષેત્રના વર્તમાન પડકારો ભારતને આર્થિક પાવરહાઉસ બનવાનું તેનું સ્વપ્ન પૂરું કરવામાં સક્ષમ બનાવશે. મેં તો ભૂકંપ, દુકાળ, મંદી, યુદ્ધ અને આતંકવાદી હુમલા સહિતના અન્ય અનેક પ્રકારના કપરા દાયકા જોયા છે. પણ હું એટલું ચોક્કસ કહીશ કે ભારતની સામે કોઈ શરત ના લગાવતા.
અલબત્ત, આટલા ટિવટથી આનંદ મહિન્દ્રાએ વિદેશ જ નહીં, પણ દેશના એવા લોકોને જવાબ આપ્યો હતો જે લોકો અદાણીના સંકટના બહાના હેઠળ ભારત સરકારની ઈકોનોમિક પોલિસીઝ પર સવાલ કરવામાં આવ્યા હતા. કહેવાય છે કે આનંદ મહિન્દ્રાના ટિવટર પર એક કરોડથી વધુ ફોલોઅર્સ છે. આનંદ મહિન્દ્રાના પહેલા આરએસએસના મુખપત્ર ઓર્ગેનાઈઝરે પણ દાવો કરતા લખ્યું હતું કે આ બધી આંતરરાષ્ટ્રીય સ્તરે અદાણીની છબિ ખરાબ કરવાનું કાવતરું છે. ઉલ્લેખનીય છે કે હિન્દરબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપની ફ્લેગશિપ હેઠળની અદાણી એન્ટરપ્રાઈસીસના 20,000 કરોડના એફપીઓ પૂર્વે સ્ફોટક રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા પછી અદાણી ગ્રૂપે હિન્દરગ્રુપના રિપોર્ટને ફગાવી દીધો હતો. આ રિપોર્ટ પછી એફપીઓ પૂરો ભરાઈ ગયો હોવા છતાં પરત લીધો હતો અને રોકાણકારોના પૈસા પરત આપવાનો નિર્ણય લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!