ચીનની(China) ધમકી છતાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસીએ(Nancy Pelosi) તાઈવાન (Taiwan) પહોંચી રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેન સાથે મુલાકાત કરી છે. મંગળવારે રાત્રે પેલોસી તાઈવાનની રાજધાની તાઈપે(Taipei) પહોંચ્યા હતા. તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેન તેમનું સ્વાગત કરવા તાઈપેઈ એરપોર્ટ પર આવ્યા હતા. આ ઉપરાંત આજે નેન્સી પેલોસીએ તાઈવાનની સંસદને સંબોધિત કરી હતી. પેલોસીએ રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેનનો આભાર માન્યો અને બંને દેશ વચ્ચે આંતર-સંસદીય સહકાર વધારવા વચન આપ્યું હતું.

તાઈવાનમાં યુએસ હાઉસના સ્પીકર નેન્સી પેલોસીએ કહ્યું કે અમેરિકા હંમેશા તાઈવાન સાથે ઉભા રહેવાનું વચન આપે છે. અમે મિત્રતા વધારવા અને શાંતિનો સંદેશ આપવા આવ્યા છીએ. અમે લોકશાહીની રક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. વિશ્વના સૌથી સ્વતંત્ર સમાજોમાંના એક હોવા બદલ અમે તાઈવાનની પ્રશંસા કરીએ છીએ. નવો યુએસ કાયદો યુએસ-તાઇવાન આર્થિક સહયોગ માટે વધુ તકો પ્રદાન કરે છે. જેનો હેતુ યુએસ ચિપ ઉદ્યોગને ચીન સાથે સ્પર્ધા કરવા માટે મજબૂત બનાવવાનો છે.
Our visit reiterates that America stands with Taiwan: a robust, vibrant democracy and our important partner in the Indo-Pacific. pic.twitter.com/2sSRJXN6ST
— Nancy Pelosi (@SpeakerPelosi) August 2, 2022
“>

તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેને કહ્યું કે યુએસ સ્પીકર પેલોસી ખરેખર તાઈવાનના સૌથી સમર્પિત મિત્રોમાંના એક છે. અમે તાઈવાન માટે યુએસ કોંગ્રેસના સમર્થન દર્શાવવા માટે અમારા દેશની મુલાકાત લેવા બદલ અમે તમારા આભારી છીએ.
નોંધનીય છે કે નેન્સી પેલોસીએ છેલ્લા 25 વર્ષમાં તાઇવાનની મુલાકાત લેનાર સૌથી ઉચ્ચ સ્તરીય અમેરિકન અધિકારી છે. જેમણે લઈને ચીનના પેટમાં ગરમ તેલ રેઅદાયું છે. આ મુલાકાતથી ગુસ્સે ભરાયેલા ચીને મંગળવારે કહ્યું હતું કે તેની ચેતવણીઓ છતાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર નેન્સી પેલોસીની તાઇવાનની મુલાકાત બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો પર ગંભીર અસર કરશે. કારણ કે આ મુલાકાત આ ક્ષેત્રની શાંતિ અને સ્થિરતાને ગંભીર રીતે અસર પહોંચાડે છે. ચીનના સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે ચીની સૈન્ય મુલાકાતના જવાબમાં ટાર્ગેટેડ કેમ્પેઈન શરૂ કરશે.