યુએસ પ્રમુખ જો બિડેન બાઇક પરથી પડી ગયા, કહ્યું ‘હું સારો છું’

દેશ વિદેશ

યુએસ પ્રમુખ જૉ બિડેન શનિવારે સવારે ડેલવેર રાજ્યમાં તેમના બીચ હાઉસ નજીક સાયકલ ચલાવતા હતા ત્યારે ગબડી પડ્યા હતા, પરંતુ તેમને કોઇ ઇજા થઇ નથી.
વ્હાઇટ હાઉસના રિપોર્ટના એક વીડિયોમાં 79 વર્ષીય રાષ્ટ્રપતિ બિડેનને પડ્યા પછી તરત જ ઉભા થતા દર્શાવવામાં આવ્યા છે. તે પછી તેઓ જણાવે છે કે “હું સારો છું.” વ્હાઇટ હાઉસના અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રેસિડેન્ટને કોઇ સારવારની જરૂર નથી. તેઓ દિવસનો બાકીનો સમય પરિવાર સાથે વિતાવી શકે છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં પ્રમુખને તેમની ચપળતા સાબિત કરવા માંગતા દર્શાવવામાં આવ્યા હતા. જોકે, તેમણે ચર્ચમાં સેવા આપવા જવાનું માંડી વાળ્યું હતું, તેથી પત્રકારો અને દર્શકોને એમ લાગ્યું હતું કે અમેરિકન પ્રેસિડેન્ટ ઇજાગ્રસ્ત થયા છે, પણ બિડેને તરત જ હાથ ઊંચો કરી બધુ બરાબર છે એવું સિગ્નલ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે બિડેન સૌથી વયોવૃદ્ધ અમેરિકન પ્રેસિડેન્ટ છે. તેમનું સ્વાસ્થ્ય સતત ધ્યાનનો વિષય છે. 2024માં તેઓ બીજી ટર્મમાં રહેશે કે કેમ તે અંગે અટકળો વધી રહી છે.
નવેમ્બર 2020 માં, પ્રેસિડેન્ટની ચૂંટણીના થોડા સમય પછી, પરંતુ પદ સંભાળતા પહેલા, તેમના પાલતુ જર્મન શેફર્ડ ડોગ સાથે રમતી વખતે બિડેનનો એક પગ તૂટી ગયો હતો. જોકે, એક વર્ષ પછી, નવેમ્બર 2021 માં, તેમના ડૉક્ટરે બિડેનને ફિટ એન્ડ ફાઇન ગણાવ્યા હતા.
દરમિયાનમાં તમે પણ આ વીડિયો માણો

My friend just filmed Joe Biden @POTUS falling off his bike no joke. Just happened at Rehoboth Beach 😂 #JoeBiden #BidenIsAFailure #RehobothBeach #Trump #EpicFail #Biden pic.twitter.com/cVMycEwuI0

— jonboy (@jonboy79788314) June 18, 2022

“>

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.