બોલીવૂડ એક્ટ્રેસ અમિષા પટેલની ફિલ્મી કારકિર્દી તો સાવ જ ઠપ્પ છે, પણ રિયાલિટી ટીવી શો કે પછી એવોર્ડ ફંક્શનમાં હાજરી આપીને તે અવારનવાર લાઈમલાઈટમાં આવી જતી હોય છે. હવે અત્યારે અભિનેત્રી ફરી એક વખત ચર્ચામાં આવી છે અને તે તેના લેટેસ્ટ બિકિની લૂકને કારણે. સોશિયલ મીડિયા પર તેના બિકિની ફોટોશૂટના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે.
આ ફોટોશૂટમાં અમિષા 46 વર્ષની ઉંમરમાં પણ 20 વર્ષની હોય એવી દેખાઈ રહી છે. આ ફોટોશૂટ સિવાય આ જ વર્ષે અમિષા તેની લવ લાઈફને કારણે પણ ચર્ચામાં આવી હતી.
ઈન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા ચાલી રહી છે કે અભિનેત્રી પાકિસ્તાની સેલિબ્રિટી ઈમરાન અબ્બાસને ડેટ કરી રહી છે, જોકે અમિષાએ એક ઈન્ટરવ્યુમાં આ વાતને રદીયો આપ્યો હતો. ઈમરાન મારો સારો અને જૂનો મિત્ર છે અને અમે લોકો વર્ષો પછી એકબીજાને મળ્યા હતા. પ્રોફેશનલ લાઈફની વાત કરીએ કો અમિરષા અત્યારે ગદર ટુની તૈયારીઓમાં વ્યસ્ત છે જ્યાં તે સની દેઓલ અને ઉત્કર્ષ શર્મા સાથે જોવા મળશે.