અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ તાયફાઓ કરવામાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ કોર્પોરેશની આર્થીક હાલત દિવસેને દિવસે નબળી બનતી જાય છે. AMCની તિજોરી તળિયાઝાટક થઇ ગઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. નાણા ભેગા કરવા હવે AMCએ મિલકતો વેચવા કાઢી છે. AMC શહેરના પ્રાઈમ લોકેશન પર આવેલા 7 પ્લોટને વેચીને 500 કરોડ રૂપિયા ઉભા કરશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખર્ચ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેની સામે આવકના સ્ત્રોત વધી શક્યા નથી. એક અહેવાલ મુજબ કોર્પોરેશન પાસે કોન્ટ્રાક્ટરોને ચુકવવા માટે પણ નાણા નથી બચ્યા. ત્યારે હવે AMC શહેરના થલતેજ, બોડકદેવ ઉપરાંત વસ્ત્રાલ અને નિકોલમા આવેલા સાત પ્લોટ વેચીને રૂ.૫૦૦ કરોડથી વધુની આવક ઉભી કરશે.
સુત્રોએ આપેલી માહિતી મુંજબ AMCને થલતેજમા આવેલા પ્લોટના વેચાણથી રૂ.174 કરોડ તથા બોડકદેવમાં આવેલા પ્લોટના વેચાણથી રૂ.172 કરોડથી વધુ આવક થવાનો અંદાજ છે. ૨૦ થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન તમામ પ્લોટ અંગે ઓનલાઈન હરાજી કરવામા આવશે.
આ પહેલાં પણ AMCએ પ્લોટ વેચવા ઓનલાઈન હરાજી કરી હતી. સિંધુભવન રોડ ઉપરના પ્લોટનો રૂ.151 કરોડમાં સોદો નક્કી કરાયો હતો. જે બાદમાં રદ કરી દેવામાં આવ્યો હતો.
AMCની આર્થીક સ્થિતિ નબળી, નાણા ઉભા કરવા શહેરના પ્રાઇમ લોકેશનમાં 5 પ્લોટ વેચવા કાઢ્યા
RELATED ARTICLES