ગુજરાતીમાં એક કહેવત છે કે ‘ઉધારના ઘી એ રોટલી ચોપડાય પણ લાડવા ના કરાય’ પરંતુ અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉધારના ઘીએ લાડવા કરવા બેઠી છે. AMCની તિજોરી તળિયાઝાટક હોવા છતાં ભારતને G20નું પ્રમુખપદ મેળવવાની ઉજવણી કરવા માટે AMCએ શહેરમાં મુખ્ય ક્રોસરોડ્સ પર ભંગારમાંથી બનેલી કલાકૃતિઓ સ્થાપીત કરવા કરોડો રૂપિયા ખર્ચવાનું નક્કી કર્યું છે.
AMCના સૂત્રોએ જણાવ્યું હતું કે 5 જાન્યુઆરીના રોજ સ્ટેન્ડિંગ કમિટીએ ભારતના G-20 પ્રમુખપદની ઉજવણી માટે શહેરના બ્યુટિફિકેશન પર ખર્ચ કરવાની સત્તા કમિશનરને સોંપી હતી. આ પ્રોજેક્ટના ભાગ રૂપે, AMCએ મુખ્ય ક્રોસરોડ્સ પર સ્ક્રેપ સામગ્રીથી નિર્મિત 10-12 મૂર્તિઓ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે.
આ માટેનો કોન્ટ્રાક્ટ પણ બિડિંગ વગર ખાનગી એજન્સીને આપવામાં આવ્યો છે. એજન્સીને AMCના દૂધેશ્વર વોટરવર્ક્સમાં કામ કરવાની જગ્યા આપવામાં આવી છે, જ્યાં AMCની ભંગાર સામગ્રી એકઠી કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે AMC એજન્સીને કરોડો રૂપિયા ચૂકવશે.
નોંધનીય છે કે ઓગસ્ટ 2022માં કોર્પોરેશનના અધિકારીઓએ જાહેર કર્યું કે AMCએ તેના રોજિંદા ખર્ચ નિભાવાનું ભંડોળ મેળવવા રાજ્ય સરકાર પાસેથી રૂ.350 કરોડની લોન લેવાનું નક્કી કર્યું છે. AMCએ કોન્ટ્રાક્ટરોને પણ કરોડો રૂપિયા બાકી છે જેને કારણે કોન્ટ્રાક્ટરો કામ અધૂરું અટકાવી રહ્યા છે. આવી સ્થિતિમાં AMCએ બ્યુટીફિકેશાન માટે નવો પ્રોજેક્ટ હાથ ધર્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કે કલાકૃતિ બનવવા એજન્સી જે સામગ્રીનો પણ ઉપયોગ કરી રહી છે જે વાસ્તવમાં સ્ક્રેપ નથી, કારણ કે AMCએ સ્ક્રેપ સામગ્રી એટલે શું એ વ્યાખ્યાયિત કર્યું નથી. એજન્સી પાણીની ભૂગર્ભ પાઈપલાઈન અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરી રહ્યા છે, જે લોકો ઉપયોગી કામ માટે ફાળવવામાં આવી હતી, હવે એમાંથી મૂર્તિઓ બનવવામાં આવશે.
ઠનઠન ગોપાલ AMC શહેરના બ્યુટીફિકેશાન માટે કરોડોનો ખર્ચ કરશે, બિડિંગ વગર અપાયો કોન્ટ્રાક્ટ
RELATED ARTICLES