AMC દેવામાં ડૂબ્યું: રોજબરોજના ખર્ચ માટે પણ પૂરતા નાણા નથી, ગુજરાત સરકાર પાસેથી લોન લેશે

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) લાઇફ સપોર્ટ પર આવી ગયું હોય એવું લાગે છે. નબળા નાણાકીય વ્યવસ્થાપનને કારણે AMCની તિજોરી તળિયાઝાટક થઇ ગઈ છે. AMCની નાણાકીય સ્થિતિ એ સ્તરે આવી ગઈ છે કે તેની પાસે રોજબરોજના ખર્ચ માટે પૂરતા નાણા નથી. AMCના દેવાં પણ સતત વધારો થઇ રહ્યો છે ત્યારે AMC ફાઇનાન્સિયલ બ્રેકડાઉન તરફ આગળ વધી રહી હોવાના લક્ષણો જણાઈ રહ્યા છે.
ખુદ AMCના અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે કોર્પોરેશન પાસે રોજબરોજના કામ કરવા માટે ભંડોળ નથી. કામગીરી ચાલુ રાખવા માટે AMCએ રાજ્ય સરકાર પાસેથી રૂ. 350 કરોડની લોન લેવાનું નક્કી કર્યું છે. AMC પર હાલ રૂ.700 કરોડનું દેવું છે જેમાંથી ખાનગી કોન્ટ્રાક્ટરોને રૂ. 350 કરોડ ચૂકવવાના બાકી છે અને રૂ.350 કરોડ રાજ્ય સરકારને ચુકવવાના છે.
ગુરુવારે AMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ભરાઈ હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરા, મેયર કિરીટ પરમાર, સ્થાયી સમિતિના અધ્યક્ષ હિતેશ બારોટ અને રાજકીય અને વહીવટી પાંખના અન્ય વરિષ્ઠ અધિકારીઓની હાજરી હાજર રહ્યા હતા. બેઠકમાં નિયમિત ખર્ચની ચૂકવણી માટે ગુજરાત સ્ટેટ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ (GSFS) પાસેથી રૂ.350 કરોડની લોન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પર 8% વ્યાજ દર લાગુ પડશે. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના બીજા તબક્કા માટે AMCએ GSFS પાસેથી 6.75% વ્યાજે રૂ. 350 કરોડ પહેલેથી લોન પર લીધા છે. આ ઉપરાંત 200 કરોડ બોન્ડ બહાર પાડીને ઉઘરાવવામાં આવશે.
SVP હોસ્પિટલ કરોડના ખર્ચે બનાવ્યા બાદ તેને મેઇન્ટેન કરવા – ચલાવવા માટે મ્યુનિ.ને દર મહિને રૂ. 17 કરોડની ખોટ જઇ રહી છે. એટલે કે બાર મહિને રૂ. 200 કરોડની ખોટ જઇ રહી છે. ત્યારે હવે રાજ્ય સરકાર વાર્ષિક 200 કરોડની રકમ ચુકવે તેવી માગ મ્યુનિ. દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી છે.
આ બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે હવેથી 1 કરોડ કે તેથી વધુના ખર્ચના દરેક વિકાસ પ્રોજેક્ટ માટે વિભાગોએ AMC નાણા વિભાગ પાસેની મજુરી લેવી પડશે. નાણા વિભાગની મંજૂરી બાદ જ કામગીરી આગળ વધશે.
કોર્પોરેશનની આવક વધારવા પ્રહલાદનગર, સિંધુભવન અને રિવરફ્રન્ટ પર બની રહેલા મલ્ટિલેવલ પાર્કિંગમાં આવેલી દુકાનો વેચવામાં આવશે. અગાઉ મ્યુનિ.ને સ્માર્ટ સિટી સહિત અન્ય કામગીરી માટે 700 થી 800 કરોડની કેન્દ્ર સરકાર પાસે ગ્રાન્ટ મળતી હતી. તે રકમ જ્યારે મળે ત્યારે તે પહેલા અન્ય કામોમાં એડજસ્ટ કરી દેવાતી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.