Homeઆપણું ગુજરાતજનતા પાસેથી દંડ વસૂલવામાં પાવરધી એએમસીએ રાજ્ય સરકારને પાણીવેરો નથી ભર્યો?

જનતા પાસેથી દંડ વસૂલવામાં પાવરધી એએમસીએ રાજ્ય સરકારને પાણીવેરો નથી ભર્યો?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતની તમામ સરકારી એજન્સીઓ જનતા પાસેથી કરવેરા વસૂલવા માટે ભારે જહેમત ઉઠાવતા હોય છે. જનતાએ જો સમયસર ભરવામા જરાપણ મોડું કર્યું તો દંડ પણ ઉઘરાવવામાં આવે છે, પણ પોતે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારને જ્યારે કરવેરાની રકમ આપવાની થાય ત્યારે ઠાગાઠૈયા કરવામાં આવતા હોય છે. એએમસીના વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ આઠ મહિનાની સરવૈયુ જોવામાં રેવન્યુ આવક કરતા રેવન્યુ ખર્ચમાં ખૂબ જ મોટો વધારો થયો છે જેના કારણે મનપાનું નાણાંકીય સંતુલન કારણે મનપાનું નાણાંકીય સંતુલન બગડી રહયું છે કોન્ટ્રાકટરો અને સરકારના પેમેન્ટ પણ થઈ શકતા નથી.

ચોંકાવનારી બાબત એ છે કે શહેરના નાગરિકો પાસેથી દંડો ઉગામી પાણી કર વસુલ કરતા મનપા ના અધિકારીઓએ રાજય સરકારને રૂા.૩૦૦ કરોડનું પાણીનું પેમેન્ટ હજુ સુધી ચુકવ્યુ ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
અમદાવાદ શહેરના નાગરિકોને શુધ્ધ પાણી પૂરું પાડવા માટે એએમસી દ્વારા નર્મદાના રાજય સરકાર નીર લેવામાં આવે છે જેના માટે પ્રતિ ૧ હજાર લીટરે રૂા.૪.૬૦ લેખે સરકારને પેમેન્ટ ચુકવવામાં આવે છે ત્યારબાદ તે પાણીને શુધ્ધ કરી વોટર ડ્રીસ્ટીબ્યુશન સેન્ટર મારફતે ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે. મ્યુનિ. કોર્પો. દ્વારા દૈનિક ૧૪૦૦ એમ.એલડી પાણી રાજય સરકાર પાસેથી લેવામાં આવે છે. નીર લેવા માટે મ્યુનિ. કોર્પો. દ્વારા દર વર્ષે રૂ.૨૩૫ કરોડ સરકારને ચુકવવાના રહે છે પરંતુ અમુક કારણોસર તંત્ર દ્વારા વાર્ષિક બજેટમાં પાણી માટે રૂા.૧૭પ કરોડ જ ફાળવવામાં આવે છે જેના કારણે દર વર્ષે રૂા.૬૦ કરોડની ઘટ રહે છે તથા પાછલા વર્ષની કેરીફોરવર્ડ કરેલી રકમ ગણવામાં આવે તો પ્રતિવર્ષ મ્યુનિ. બજેટ અને સરકારના પાણી બીલ વચ્ચે રૂા.૧૨૫ થી રૂા.૧૫૦ કરોડનો તફાવત રહે છે.

એક અંદાજ મુજબ મ્યુનિ. કોર્પોરેશનના બજેટમાં રેવન્યુ બજેટ રૂ. .૧૭૫ કરોડ ફાળવવા આવ્યા હતા જેની સામે ડીસેમ્બર ૨૦૨૧થી માર્ચ ૨૦૨૨નું બી રૂા.૬૪.૨૪ કરોડ ચુકવવા- બાકી છે. તેમજ એપ્રિલ-૨૨ સપ્ટેમ્બર સુધી એટલે વર્તમાન નાણાંકીય વર્ષના બા ચુકવવામાં આવ્યા છે. જયા સપ્ટેમ્બર-૨૨ થી માર્ચ ૨૦૨ સુધી રો વોટર એટલે નર્મદ નીરના રૂા.૧૩૭.૫૦ કરો ચુકવવાનાં બાકી રહેશે. આ પાછલા વર્ષના બાકી પેમેન્ટ અ વર્તમાન પેમેન્ટની ગણત કરવામાં આવે તો અંદા રૂા.૩૦૦ કરોડ રાજય સરકાર ચુકવવાના થાય છે પાણીનું અ બીલ મ્યુનિ. કોર્પો. દ્વારા નબળી આર્થિક પરિસ્થિતિના કારણે હજુ સુધી ચુકવવામાં ન આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ અંગે કોઈ અધિકારી બોલવા પણ તૈયાર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular