ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર કોઈને કોઈ કારણસર સતત ચર્ચામાં રહે છે. હવે મુકેશ અંબાણી અને નીતા અંબાણી ફરી એક વખત ચર્ચામાં છે અને એનું કારણ છે તેમના પરિવારમાં સામેલ થનાર નવા સભ્યને કારણે. વિસ્તારથી વાત કરવાની થાય તો મુકેશ અંબાણી અને નીતા અંબાણી નાના-નાની બન્યા બાદ હવે ફરી એક વખત દાદા-દાદી બનવા જઈ રહ્યા છે. અંબાણી પરિવારના મોટા વહુરાણી શ્લોકા મહેતા બીજીવાર પ્રેગ્નેન્ટ છે. જી હા, આકાશ અંબાણી અને શ્લોકા મહેતા બીજી વખત પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. પહેલાંથી જ આ કપલને બે વર્ષનો દીકરો પૃથ્વી છે અને હવે આ દંપતિ ત્રણમાંથી ચાર થવા જઈ રહ્યું છે.
હાલમાં જ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના ઉદ્ઘાટન બાદ વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવેલા આ કાર્યક્રમોમાં દેશ-વિદેશના સેલિબ્રિટીઝ ભાગ લઈ રહ્યા છે. કાર્યક્રમના બીજા દિવસે રેડ કાર્પેટ પર શ્લોકા મહેતા પોતાનો બેબી બંપ ફ્લોન્ટ કરતી દેખાઈ હતી. રેડ કાર્પેટ પર શ્લોકા પતિ આકાશ અને સસરા મુકેશ અંબાણી સાથે આવી હતી અને ત્રણેયે મીડિયાના ફોટોગ્રાફર્સને પોઝ આપ્યો હતો. શ્લોકાના ચહેરા પર પ્રેગ્નેન્સીનો ગ્લો સ્પષ્ટપણ દેખાઈ રહ્યો હતો.
શ્લોકાએ એમ્બ્રોડરીવાળું હોલ્ટર નેકનું ટોપ અને લહેંગા સ્કર્ટ પહેર્યું હતું. આ આઉટફિટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ પુનિત બી સૈનીએ શ્લોકાને તૈયાર કરી હતી અને તેણે જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શ્લોકાના કેટલાક ફોટો પણ શેર કર્યા હતા. આ ફોટામાં પણ શ્લોકા પોતાનું બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્લોકા અને આકાશ અંબાણી બાળપણના મિત્રો હતા અને 2019માં તેમણે ધામધૂમથી લગ્ન કરી લીધા હતા. 2020માં આ કપલને ત્યાં પહેલાં સંતાનનો જન્મ થયો હતો. તમારી જાણ માટે કે હાલમાં થોડાક મહિનાઓ પહેલાં જ નીતા અને મુકેશ અંબાણી નાના-નાની બન્યા હતા. તેમની દીકરી ઈશા અને જમાઈ આનંદ પિરામલને ત્યાં ટ્વિન્સનો જન્મ થયો છે. ઈશા અંબાણીની દીકરીનું નામ આદ્યા છે જ્યારે તેના દીકરાનું નામ ક્રિષ્ના છે. હવે ફરી એક વખત અંબાણી પરિવારમાં નન્હેં મહેમાનની કિલકારીઓ ગૂંજવાની છે…