રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનના મુખપત્ર ધ ઓર્ગેનાઇઝરે, તેના તાજેતરના અંકમાં ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોન પર ઉત્તરપૂર્વ ભારતમાં ધર્માંતરણ માટે ભંડોળ આપવાનો આરોપ મૂકતી કવર સ્ટોરી પ્રકાશિત કરી છે. ‘અમેઝિંગ ક્રોસ કનેક્શન’ શીર્ષકવાળી આ કવર સ્ટોરીમાં, મેગેઝિને એવો પણ આરોપ મૂક્યો છે કે કંપની ‘અમેરિકન બેપ્ટિસ્ટ ચર્ચ’ નામની સંસ્થા સાથે નાણાકીય સંબંધો ધરાવે છે, જેના પર ધર્માંતરણ મોડ્યુલ ચલાવવાનો આરોપ છે. એમેઝોને આ ચર્ચને અનેક પ્રસંગોએ ફંડ આપ્યું છે.
મેગેઝિને કહ્યું કે એમેઝોન અમેરિકન બેપ્ટિસ્ટ ચર્ચને ખ્રિસ્તી ધર્માંતરણ મોડ્યુલ માટે ભંડોળ પૂરું પાડે છે. એમેઝોન ઉપરાંત મની લોન્ડરિંગ દ્વારા અન્ય ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓ પાસેથી આ ચર્ચને ભંડોળ મળી રહ્યું છે. મેગેઝિને એવો પણ આક્ષેપ કર્યો હતો કે ચર્ચ ભારતમાં ઓલ ઈન્ડિયા મિશન (AIM) નામનો એક કાર્યક્રમ ચલાવી રહ્યું છે. તેમની વેબસાઇટ પર ખુલ્લેઆમ દાવો કરે છે કે તેઓએ ઉત્તર પૂર્વ ભારતમાં 25 હજાર લોકોને ખ્રિસ્તી બનાવ્યા છે.
એમેઝોને આ ગંભીર આરોપોને નકારી કાઢ્યા છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એમેઝોનનો ઈન્ડિયાનું ઓલ ઈન્ડિયા મિશન અથવા એવા કોઈ કાર્યક્રમ સાથે કોઈ સંબંધ નથી અને ન તો AmazonSmile પ્રોગ્રામ એમેઝોન ઈન્ડિયા માર્કેટપ્લેસ પર કામ કરે છે.
ભારતમાં ધર્માંતરણ માટે Amazon કરે છે ફંડિંગ! RSSના મુખપત્ર ધ ઓર્ગેનાઇઝરે લગાવ્યા ગંભીર આરોપ
RELATED ARTICLES