અમરનાથયાત્રા અસ્થાયી રૂપે સ્થગિત, ખરાબ હવામાનને કારણે લેવાયો નિર્ણય

ટૉપ ન્યૂઝ

અમરનાથયાત્રા (Amarnath Yatra) અસ્થાયી રૂપે સ્થગિત, ખરાબ હવામાનને લઈને લેવાયો નિર્ણય
કોરોના મહામારીને લીધે બે વર્ષ મોકૂફ રહ્યા બાદ આ વર્ષે અમરનાથ યાત્રાને લઈને ભક્તોમાં ઉત્સાહનો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પ્રસાશન દ્વારા આજે અમરનાથ યાત્રા અસ્થાયી રૂપે અટકાવી દેવામાં આવી છે. યાત્રા માટે પ્રતિકુળ હવામાનના કારણે આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ ખરાબ હવામાનને કારણે બાલતાલ અને પહેલગામમાં યાત્રાને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે. હવામાન સ્વચ્છ થયા બાદ જ આગળ જવાની પરવાનગી આપવામાં આવશે. હવામાન વિભાગે આગામી 24 થી 36 કલાક સુધી કાશ્મીર ઘાટીમાં વરસાદની આગાહી કરી છે. હાલ ઘાટીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે.
નોંધનીય છે કે આ ચાલુ વર્ષે અમરનાથ યાત્રા માટે ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પહેલા ચાર દિવસમાં જ કુલ 40,233 શ્રદ્ધાળુઓએ ગુફામાં બિરાજમાન બાબા બર્ફાનીના દર્શન કર્યા છે.
અધિકારીઓએ આપેલી માહિતી મુજબ આજે મંગળવારે કડક સુરક્ષા વચ્ચે 6,300 થી વધુ શ્રદ્ધાળુઓની છઠ્ઠી ટુકડી દક્ષિણ કાશ્મીરમાં 3,880 મીટરની ઉંચાઈ પર સ્થિત પવિત્ર અમરનાથ ગુફા માટે રવાના થઈ હતી. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની કડક સુરક્ષા વચ્ચે ભગવતી નગર યાત્રી નિવાસથી 239 વાહનોમાં કુલ 6,351 યાત્રાળુઓ રવાના થયા હતા. જેમાં 4,864 પુરૂષો, 1,284 મહિલાઓ, 56 બાળકો, 127 સાધુઓ, 19 સાધ્વીઓ અને એક ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.
અમરનાથ યાત્રા રક્ષાબંધનના અવસર પર 11 ઓગસ્ટે સમાપ્ત થશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.