પ્રકૃતિનું રૌદ્ર સ્વરૂપ! અમરનાથમાં વાદળ ફાટતા 16ના મોત, 40થી વધુ લોકો ગુમ, બચાવકાર્ય ચાલુ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

Kashmir: અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ વાદળ ફાટી જતાં અચાનક પૂરની સ્થિતિ નિર્માણ થઈ છે. આ કુદરતી આપત્તિમાં 16 લોકોના મોત થયા છે. એક અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે આ દુર્ધટનાને કારણે આશરે 40 લોકો ગુમ થયા છે અને પાંચ લોકોને બચાવવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ પ્રશાસન અને એનડીઆરએફ દ્વારા મળેલી માહિતી અનુસાર આ ઘટનામાં ઘણા ટેન્ટ અને સામુદાયિક રસોઈઘર નષ્ટ થઈ ગયા હતાં. આ ઘટનાને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે અને તેને પાછી ચાલુ કરવી કે નહીં તે બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ નક્કી કરવામાં આવશે. નોંધનીય છે કે આ યાત્રા 30 જૂનના શરૂ થઈ હતી.

સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર સાંજે સાડા પાંચ વાગ્યે વાદળ ફાટતાં અચાનક પૂરની સ્થિતિ નિર્માણ થઈ હતી. સેના બચાવ કામગીરી માટે હેલિકોપ્ટરની મદદ લઈ રહી છે. જમ્મુ કાશ્મીરના હવામાન ખાતાએ આ અંગે જણાવ્યું હતું કે અમરનાથ ગુફાના આસપાસના ક્ષેત્રોમાં સાડા ચારથી સાડા છ વાગ્યા દરમિયાન 31 મિમી વરસાદ થયો હતો. આ પવિત્ર ગુફા પર ગયા વર્ષે આવો જ વરસાદ પડ્યો હતો, પરંતુ પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ નહોતી. ગૂફાની બહાર શિબિરમાં અચાનક પાણી ભરાતા 25 ટેન્ડ અને ત્રણ સામુદાયિક રસોઈઘર નષ્ટ થયા હતાં, જ્યાં શ્રદ્ધાળુઓને ભોજન પીરસવામાં આવ્યું હતું.

 

YouTube player

 

ઘટનામાં ઈજાગ્રસ્ત લોકો માટે સોનમર્ગ તથા અન્ય સ્થાનો પર અસ્થાયી હોસ્પિટલ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત દક્ષિણ કાશ્મીરના અનંતબાગ, શ્રીનગર અને દિલ્હીમાં હેલ્પલાઈન ચાલુ કરવામાં આવી છે, જેથી પ્રભાવિત પરિવારોની મદદ થઈ શકે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.