અમરનાથ ગુફા નજીક વાદળ ફાટ્યું: 5ના મોત, અનેક લોકો ઘાયલ થયા હોવાની આશંકા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

જમ્મૂ-કાશ્મીરમાં અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાની ઘટના બની છે. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા હોવાનું કહેવાય રહ્યું છે, જયારે અનેક લોકો ઘાયલ થયા છે. હાલમાં અમરનાથ યાત્રા રોકવામાં આવી છે.

અમરનાથ યાત્રાથી આશરે બે કિ.મી. અંતરે સાંજે સાડા પાંચ વાગ્યે વાદળ ફટતા મોટાપ્રમાણમાં પાણી વહીને નીચે આવ્યું. આની ચપેટમાં આવતા પાંચ લોકોના મૃત્યુ થયા છે, જયારે અનેક લોકો ગુમ થયા હોવાની જાણકારી છે.

ભારે વરસાદ બાદ ઉપરથી પાણી ભારે માત્રામાં અચાનક નીચે વહીને આવ્યું અને તેમાં લગભગ 25 ટેન્ટ અને બે લંગર પાણીમાં વહી ગયા હતા. ઘટનાસ્થળ પર એનડીઆરએફ, એસડીઆરએફ સહિત તમામ સંબંધિત એજન્સીઓ યાત્રીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહી છે. એવામાં મૃતકોનો આંકડો વધી શકે છે.

<

>

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.