અમરિન્દરસિંહ અમિત શાહને મળ્યા

દેશ વિદેશ

નવી દિલ્હી: પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અમરિન્દરસિંહ કેન્દ્રના ગૃહ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહને બુધવારે એમના નિવાસસ્થાને મળવા ગયા બાદ રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી અગાઉ અનેક વાતો વહેતી થઇ હતી. સિંહ ભારતીય જનતા પક્ષનો ટેકો ઇચ્છતા હોવાના સંકેત વચ્ચે ૪૫ મિનિટ સુધી બેઠક ચાલી હતી.
બેઠક બાદ સિંહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વિશે અમિત શાહ સાથે ચર્ચા કરી હતી અને કૃષિ કાયદા તત્કાળ રદ કરીને, એમએસપીની ગેરંટી આપીને કટોકટી સમાપ્ત કરવાની વિનંતી કરી હતી. પંજાબના મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપ્યા બાદ સિંહ મંગળવારે દિલ્હી આવ્યા હતા. સિંહે એવો દાવો કર્યો હતો કે એમણે રાજનીતિ છોડી નથી અને હું છેવટ સુધી લડીશ ત્યારે આ બેઠકનું મહત્ત્વ વધી જાય છે. (પીટીઆઇ)ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.